ઉતરપ્રદેશમાં ફૂડ-પેકેટસ અને માસ્કનું વિતરણ કરી ગરીબોની મદદે આવ્યો શમી

03 June 2020 12:26 PM
India
  • ઉતરપ્રદેશમાં ફૂડ-પેકેટસ અને માસ્કનું વિતરણ કરી ગરીબોની મદદે આવ્યો શમી

નવી દિલ્હી:
કોરોના વાયરસને લીધે અનેક લોકો આગળ આવીને ગરીબોની મદદ કરી રહ્યા છે. મોહમ્મદ શમીનું નામ પણ હવે એમાં ઉમેરાયું છે. શમીએ ઉતરપ્રદેશમાં ગરીબોને ફૂડ-પેકેટસ અને માસ્ક વહેંચ્યા હતાં.
Shami distributes COVID-19 masks in UP | WATCH: Mohammed Shami ...
આ ઉપરાંત જે લોકો તેમના ઘરે જઈને મદદ માંગી રહ્યા હતા તેને પણ શમી મદદ કરી રહ્યો છે. શમીએ ઉતરપ્રદેશના બિજનૌર શહેર પાસે આવેલા સાહસપુરમાં ફૂડ ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતું જયાંથી તે લોકોને ફૂડ-પેકેટસની મદદ કરતો હતો. એ ઉપરાંત રાજયના નેશનલ હાઈવે નંબર-24 પર પણ શમીએ માસ્ક અને ફૂડ પેકેટસનું ડીસ્ટ્રીબ્યુશન કર્યું હતું.
Mohammed Shami distributes food and water to migrant workers ...
ગરીબોની મદદ કરતા શમીનો એક વિડીયો ભારતીય ક્રિકેટ બોર્ડે સોશ્યલ મીડીયામાં અપલોડ કર્યો હતો. શમી પહેલાં ગૌતમ ગંભીર, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા અનેક દિગ્ગજ પ્લેયર્સે આગળ આવીને લોકોને સહાય કરી છે.


Related News

Loading...
Advertisement