દેશમાં કોરોના ટ્રબલ ઝોન ઘટયા પરંતુ પોઝીટીવ રેટ 5 ટકા થયો

03 June 2020 12:24 PM
India
  • દેશમાં કોરોના ટ્રબલ ઝોન ઘટયા પરંતુ પોઝીટીવ રેટ 5 ટકા થયો

હવે કોરોના સામે સીલેકટીવ લડાઈના સંકેત: 25 હાઈ પોઝીટીવ જિલ્લાઓમાંથી હવે 17માં જ ગંભીર સ્થિતિ

નવીદિલ્હી તા.3
દેશમાં કોરોના સામેની લડાઈ હવે મહત્વપૂર્ણ તબકકે પહોંચી છે તે સમયે સરકારને માટે આ લડાઈને વ્યાપક કરતા વ્યુહાત્મક લડવી પડે તેવી સ્થિતિ છે. દેશના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે પરંતુ કોરોના પોઝીટીવનો દર 5 ટકા જેટલો વધી ગયો છે અને હાલ દિલ્હી, મુંબઈ, અમદાવાદ તથા ચેન્નાઈ જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ગણવામાં આવે છે તેમા હવે દિલ્હી નજીકના ગુરૂગ્રામનો પણ સમાવેશ થઈ ગયો છે.

તા.1 જુનના રોજ દેશનો કોરોના પોઝીટીવ રેટ 5 ટકા નોંધાયો છે જે અગાઉના 10 દિવસમાં 4.6 ટકા હતો. આમ વીકલી પોઝીટીવ કેસની રીતે ગણીએ તો મે 22 નારોજ જે 6 ટકા હતો તે 7 ટકા થયો છે. દેશમાં જે સૌથી વધુ સંક્રમીત જિલ્લાઓ છે ત્યાં કોરોના પોઝીટીવ કેસના ક્નટેન્મેન્ટ ઝોન ઘટયા છે. ગત તારીખ 22 મેથી દેશના 25 જિલ્લાઓને અલગ તારવીને તેના ઉપર કોરોના પોઝીટીવ ઘટાડવાનુ ખાસ પ્લાનીંગ કરાયુ હતુ જે સફળ રહ્યુ છે અને હવે 25 માંથી 17 જિલ્લાઓ હાઈ રેટ ધરાવે છે.

જેના કારણે સરકારનો એક વ્યુહ સફળ થઈ રહ્યો હોવાનુ જણાય છે. પરંતુ મહારાષ્ટ્રના 5 જિલ્લા, દિલ્હીના 9 જિલ્લા જયારે ગુજરાત, તામીલનાડુ અને હરીયાણાના એક એક જિલ્લાના તા.26મેથી 1 જુન સુધીના સમયમાં પોઝીટીવ રેટ 20 કે તેથી વધુ થયો છે. અને દિલ્હી તથા મુંબઈના તમામ જિલ્લાઓ નેશનલ રેટ કરતા આગળ છે. મુંબઈનો પરા વિસ્તારને જે જિલ્લો ગણાય છે ત્યાં 44.4 ટકા જેટલો પોઝીટીવ રેટ છે જે દેશમાં સૌથી ઉંચો છે જો કે અગાઉ તા.22 મેના રોજ 52 ટકા હતો તે ઘટાડવામાં સફળ રહ્યો છે.

સાઉથ દિલ્હી પણ આ રીતે 43.9 ટકાનો ઉંચો પોઝીટીવ રેટ ધરાવે છે. મુંબઈની જ વાત કરીએ તો તા.26 મેથી 1 જુન સુધીમાં 9 હજાર નવા કેસ નોંધાયા છે. જયારે ચેન્નઈમાં આ સમયગાળા દરમ્યાન 7700, થાણેમાં 3100, અમદાવાદમાં 2500 અને દિલ્હીના પશ્ચિમ, ઉતર તથા મધ્ય જિલ્લાઓમાં 1100 થી 1500 નવા કેસ નોંધાયા હતા. આમ પોઝીટીવ રેટમાં જોઈએ તો દિલ્હી સૌથી આગળ 25.4 ટકા, તેલંગણા 20.2 ટકા, મહારાષ્ટ્ર 19.85 ટકા અને ગુજરાત 11.8 ટકા તથા તામીલનાડુ 10.3 ટકાનો રેટ ધરાવે છે.


Related News

Loading...
Advertisement