ઢોલરાના ફાર્મ હાઉસમાં દારૂની હાઈ પ્રોફાઈલ મહેફીલ ઝડપાઈ: 10 શખ્સો ઝબ્બે: 19 લાખનો મુદામાલ કબ્જે

03 June 2020 12:24 PM
Rajkot Crime Saurashtra
  • ઢોલરાના ફાર્મ હાઉસમાં દારૂની હાઈ પ્રોફાઈલ મહેફીલ ઝડપાઈ: 10 શખ્સો ઝબ્બે: 19 લાખનો મુદામાલ કબ્જે

ભીમ અગીયારસે ‘રેવ’ પાર્ટી પકડાઈ : પૂર્વ કોર્પોરેટર સહીત 10 શખ્સો ઝબ્બે: આકરી પૂછપરછ

રાજકોટ તા.3
શાપર-વેરાવળની ઢોલરા ગામની સીમમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ખાસ ભીમ અગીયારસ નીમીતે ઢોલરા ગામની સીમમાં ઓચિંતો દરોડો પાડી અગીયાર શખ્સોને રૂા.19 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ શાપર વેરાવળનાં ઢોલરા ગામની સીમમાં આવેલા સુનિલસિંહ ભટીની વાડીમાં જુગારધામ ચાલી રહ્યાની બાતમીનાં આધારે પોલીસે ઓચિંતો છાપો મારતાં પૂર્વ નગર સેવક સહીત 10 શખ્સો વિદેશી દારૂ અને રોકડ રકમ સાથે પકડાયા હતા.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઢોલરા ગામે આવેલ સુનિલ નવલસિંહ ભટ્ટી અને તેની સાથે રાકેશ, પ્રવિણ, જીન્નેશ, ધર્મેશ, સમીર, ધર્મેશ, રમેશ દુધાત્રા, જયસુખ ટાંક, હિતેશ ધીરૂભાઈ દુધાત્રા, કિશોર પાનાભાઈ, સોરઠીયા, હિતેશ વરમોરા, અને અજીત જીલુભાઈ વાંક સહીતના શખ્સો રોકડ રકમ સાથે કુલ રૂા.19 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

પોલીસે તમામ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આકરી પૂછપરછ હાથ ધરી છે. બનાવ અંગે એએસઆઈ રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement