પેટ્રોલ-ડિઝલના વેચાણમાં તેલ કંપનીઓ નુકશાની કરવા લાગી: હવે ગમે ત્યારે ભાવવધારો

03 June 2020 12:21 PM
India
  • પેટ્રોલ-ડિઝલના વેચાણમાં તેલ કંપનીઓ નુકશાની કરવા લાગી: હવે ગમે ત્યારે ભાવવધારો

નવી દિલ્હી તા.3
લોકડાઉન અનલોક થવાના પગલે પેટ્રોલ-ડીઝલનો વપરાશ શરૂ થઈ ગયો છે ત્યારે આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે.

આનું એક કારણ એ પણ છે કે ક્રુડની કિંમતમાં 21 એપ્રિલ બાદ જ સતત વધારો થયો છે. છેલ્લા 6 સપ્તાહ દરમિયાન બ્રેન્ટ ક્રુડનો ભાવ બે ગણો થઈને 38.78 ડોલર પ્રતિ ડોલર થઈ ગયો છે, જયારે 21 એપ્રિલે બ્રેન્ટ ક્રુડ 19.36 ડોલરના ભાવ પર બંધ થયું હતું.

નિષ્ણાંતોનું કહેવુ છે કે ક્રુડમાં હવે તેજી ચાલુ રહેશે. આગામી સપ્તાહમાં ઓપેક દેશોની બેઠક મળશે, જેમાં ક્રુડનું પ્રોડકશન આગળ પણ ઓછું કરવા પર સહમતી નકકી માનવામાં આવી છે.

ઓપેક અને અન્ય તેલ ઉત્પાદક દેશો દ્વારા સતત ઉત્પાદન ઘટાડવાના કારણે અને લોકડાઉન ખુલ્યા દરમિયાન માંગ વધવાની ક્રુડની કિંમતોને સપોર્ટ મળ્યો છે, તો તેલ કંપનીઓનું કહેવું છે કે જો ક્રુડના ભાવમાં વધારો થતો રહ્યો તો તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવો પડશે.


Related News

Loading...
Advertisement