લોકડાઉનના પગલે આર્થિક સંકટમાં મુકાયેલા વીજ ગ્રાહકોને બમણો બોજ જસદણમાં પીજીવીસીએલ તોતીંગ રકમના બીલ ફટકારતા ગ્રાહકોમાં રોષ : વિરોધ

03 June 2020 12:13 PM
Jasdan
  • 
લોકડાઉનના પગલે આર્થિક સંકટમાં મુકાયેલા વીજ ગ્રાહકોને બમણો બોજ 


જસદણમાં પીજીવીસીએલ તોતીંગ રકમના બીલ ફટકારતા ગ્રાહકોમાં રોષ : વિરોધ

લોકડાઉનના પગલે આર્થિક સંકટમાં મુકાયેલા વીજ ગ્રાહકોને બમણો બોજ

જસદણ તા.3
જસદણમાં પીજીવીસીએલ એ અંધાધૂંધ બિલો ફટકાર્યા છે. મોટા ભાગના ઘરોમાં તોતિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. વીજ બિલ વધુ આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વીજ બિલ માફ કરવાનાં બદલે પી જી વી સી એલ દ્વારા વધારે વસુલી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ આવા સમયમાં પણ ક્રૂર મજાક કરી રહી છે.

લોકડાઉનનાં કારણે તમામ લોકો ઘરે હોય છે. જેથી ઘરમાં રહેલા તમામ એપ્લાઇન્સિસ ઉપયોગમાં રહે છે. પંખા, એસી, ટીવી, લાઇટ સહિતનાં તમામ સાધનો ઉપયોગમાં રહે છે. જેના કારણે વીજ વપરાશમાં વધારો થાય છે.

જયારે સામાન્ય ઘરો જેમાં વીજ વપરાશ સામાન્ય હોવાં છતાં મસમોટા બિલો પકડાવવામાં આવ્યાં છે. કોરોનાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ મીટર રિડિંગ માટે ગયા નથી તેમણે લમસમ બિલ પકડાવી દીધું છે. તેવામાં બીલ ઓછું રાખવાનાં બદલે ડોઢુ કે બમણું ફટકારી દીધુ છે. આવા લોકડાઉનનાં સમયમાં પણ આ વીજ કંપનીઓ શોષણ કરવાના પ્રયાસો કરે છે. ધંધા રોજગાર બંધ હોવાનાં કારણે પહેલાથી જ આર્થિક સંકટ ભોગવી રહેલા લોકોને વીજ બિલ રૂપી વધારાનો માર પડ્યો છે. આ ઉપરાંત બિલ નહી ભરવાની સ્થિતીમાં કનેક્શન કાપવાની ધમકીઓ પણ ઉચ્ચારામાં આવી રહી છે.


Loading...
Advertisement