જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં દારૂની હેરાફેરી બુટલેગરને ક્રાઇમ બ્રાંચે પાસામાં ધકેલ્યો

03 June 2020 11:54 AM
Junagadh
  • જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં દારૂની હેરાફેરી બુટલેગરને ક્રાઇમ બ્રાંચે પાસામાં ધકેલ્યો

32 ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગરને પાસામાં પુરવા થયેલી દરખાસ્ત મંજૂર : જેલ હવાલે

જૂનાગઢ તા.3
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત મા અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલ ખાસ કરીને દારૂની હેરાફેરી ના અનેક ગુનાઓ માં વોન્ટેડ ગણાતા બુટલેગરને જુનાગઢ એલસીબીની ટીમે ઝડપી પાસાની દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂર કર્યા હતા પાસા ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી લાજપોર સુરતની જેલ ખાતે રવાના કરાયો હતો

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક ની સુચના અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સતત બગાડતા પ્રોહીબીશન તેમજ માથાભારે અને અસામાજિક પ્રવૃત્તિ આચરનારાઓ સામે કડક હાથે કામ લેવા આદેશો જારી કરાયા હતા જેના પગલે એલસીબી પી.આઈ આર.સી.કાનમિયા તેમજ પી.એસ.આઇ આર.કે.ગોહિલ ના માર્ગદર્શન નીચે એલસીબી ની ટીમે વર્ષ 2018 થી 2020 દરમ્યાન દારુના મોટા જથ્થામાં નામ ખુલેલ ધીરેન ઉર્ફે ડીકે, ઉર્ફે શેઠ,અમૃતલાલ કારીયા જાતે લોહાણા ઉ.વ.38 રહે. નોબલ ટાઉનશિપ રાયજી બાગ વાળો હાલ વંથલી નામદાર કોર્ટ ની કસ્ટડીમાં જુનાગઢ જેલ હવાલે હોય જૂનાગઢની એલસીબીની ટીમે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા કલેકટર સૌરભ પારઘીને મોકલતા આ દરખાસ્ત મંજુર કરાતા વંથલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબ્જો લઇ નીયમ મુજબ કોરોના ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે આરોપીને રવાના કરવામાં આવેલ આરોપી વિરુદ્ધ જૂનાગઢમાં પ્રોહિબિશનના 16 જિલ્લા બહારના 13 જાહેરમાં ફેલાવવાનો 1 ખૂનની કોશિશ નો 1 તેમજ મારામારીનો 1 આમ કુલ 32 ગુન્હા તેમની માથે પોલીસ ચોપડે નોંધાયા હતા પ્રોહીબીશન આ બુટલેગર સામે પોલીસે આંકડા હાથે કામગીરી હાથ ધરતા જિલ્લામાં છૂટાછવાયા અન્ય રખડતા બુટલેગરો ભુગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા.

ગુજરાત રાજયના ટોપ-25 પૈકીનો નં.19 લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાને પાસામાં સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ધકેલી દેવાયો છે.


Loading...
Advertisement