રાણાવાવમાં વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડતા ઇસમને ઝડપી પાડતી પોલીસ

03 June 2020 11:49 AM
Porbandar
  • રાણાવાવમાં વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડતા ઇસમને ઝડપી પાડતી પોલીસ

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.3
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્રારા રાજયમા દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મળેલ સીધી સુચના અન્વયે પોરબંદર પીઆઇ એમ.એન.દવે તથા પીએસઆઇ એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ રાણાવાવ પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. રવીભાઇ ચાંઉ તથા ગોવિંદભાઇ મકવાણાને મળેલ ચોક્કસ હકીકત આધારે રાણાવાવ, મુંડા મસ્જીદ પાસે જાહેરમાંથી અશરફ અબ્દુલભાઇ શમા, ઉ.વ-32, રહે રાણાવાવ વાળાને વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય તથા રોકડ રૂ.7450/-ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

જુગાર ઘારા કલમ- 12(અ) મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીએ જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમતાં વરલી મટકાના આંકડા લખેલ ચિઠીઓ નંગ-13, કિ.રૂા.00/00 તથા બોલપેન નંગ-1, કિ.રૂા.00/00 તથા રોકડા રૂા.7450/- ના મુદામાલ સાથે મળી આવી ગુન્હો કર્યા બાબત.આરોપીની વિગત અશરફ અબ્દુલભાઇ શમા, ઉ.વ-32, રહે, મુંડા મસ્જીદ પાસે, રાણાવાવ, જી.પોરબંદર કામગીરી કરનાર આધિકારી/કર્મચારી પો.કો.રમેશભાઇ તથા ઇંઈ બટુકભાઇ, રવિન્દ્રભાઇ, ગોવિંદભાઇ, તથા ઙઈ દિલીપભાઇ, સલીમભાઇ, વિગેરે રોકાયેલ હતા.


Loading...
Advertisement