રાજકોટમાં લક્ષ્મીનગર શાક માર્કેટ નજીકથી યુવાનને બાઇકમાં ઉઠાવી આંખમાં સ્પ્રે છાંટી ધોકાથી ફટકાર્યો

03 June 2020 11:45 AM
Rajkot
  • રાજકોટમાં લક્ષ્મીનગર શાક માર્કેટ નજીકથી યુવાનને બાઇકમાં ઉઠાવી આંખમાં સ્પ્રે છાંટી ધોકાથી ફટકાર્યો

મીલન ઉર્ફે એમ.કે, લાલો ઉર્ફે ભાજી અને તેની સાથેના શખ્સોએ કહ્યું, ફોનમાં કેમ ગાળો આપતો’તો કહી મારમાર્યો : પોલીસ આવી જતાં આરોપીઓ ફરાર : યુવાન સારવાર હેઠળ : લક્ષ્મીનગર પાસેથી યુવાનને બાઇકમાં બેસાડી લઇ જઇ મિત્રોએ આંખમાં સ્પ્રે છાંટી ધોકા વડે આડેધડ મારમારતાં તેમને સારવાર અર્થે ખસેડાયો છે. ઉપરોકત તસવીરમાં યુવક નજરે પડે છે.

રાજકોટ તા.3
રાજકોટ લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસેથી આરએમસી કવાર્ટરમાં રહેતા મોચી યુવાનને મિત્રએ બાઇકમાં બેસાડી બાલાજી હોલ પાસે લઇ જઇ ફોનમાં ગાળો દેવા બાબતે બોલાચાલી કરી આંખમાં સ્પ્રે છાંટી ધોકા વડે આડેધડ માર માર્યો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધવા તજવીજ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા સચીન હસમુખભાઇ પરમાર (મોચી) (ઉ.વ.23) નામનો યુવાન ગઇકાલે રાત્રીના સમયે તેના ઘર પાસે હતો ત્યારે તેનો મિત્ર કૃણાલ બાઇક લઇ આવ્યો હતો અને ચાલ બાઇકમાં બેસી જા તેમ કહી સચીનને બાઇકમાં બેસાડીને બાલાજી હોલ પાસે લઇ જતાં ત્યાં ઉભેલા મીલન ઉર્ફે એમ.કે.લાલો ઉર્ફે ભાજી, હાતીમ તથા તેની સાથેના શખ્સે આંખમાં સ્પ્રે છાંટી આડેધડ માર મારતાં અત્રેની સિવિલમાં ખસેડાયો છે.

સચીને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે. 3 ભાઇમાં નાનો હોવાનું જણાવ્યું હતું. ગઇકાલે કૃણાલ બાઇકમાં બેસાડી લઇ ગયા બાદ એમ.કે.એ. કીધુ કે તું ફોન પર ગાળો કેમ આપે છે. તેમ કહી આંખમાં સ્પ્રે છાંટી એમ.કે. લાલો ઉર્ફે ભાજી અને હાતીમે ધોકા વડે માર માર્યો હતો. એવામાં કોઇએ બુમો પાડીને કહ્યું કે પોલીસની ગાડી આવી જેથી આરોપીઓ પલાયન થયા અને સચીને તેના મોટાભાઇ હાર્દિકને જાણ કરતા 108 મારફતે અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. સચીનનાં પિતાં એમ્બ્રોડરી વર્ક કરે છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે સચીન પરમારની ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.


Related News

Loading...
Advertisement