Mumbai Cyclone 'Nisarg' : મુંબઈની ટ્રેન તથા વિમાની સેવા વેરવિખેર: કાપ મુકાયો

03 June 2020 10:54 AM
India
  • Mumbai Cyclone 'Nisarg' : મુંબઈની ટ્રેન તથા વિમાની સેવા વેરવિખેર: કાપ મુકાયો

અનેક ફલાઈટ રદ: ટ્રેનો ડાઈવર્ટ કરાઈ

મુંબઈ તા.3
નિસર્ગ વાવાઝોડું બપોરે ગમે ત્યારે મુંબઈ નજીક અલીબાગ પાસે લેન્ડફોલ કરે છે તેમ છે ત્યારે મુંબઈની રેલ તથા વિમાની સેવા વેરવિખેર બની છે. એરલાયન્સ કંપનીઓએ મંગળવારથી જ વિમાની સેવામાં કાપ મુકવાનું શરૂ કરી દીધું હતું.

મુંબઈમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રોજ 50 ફલાઈટના ઉડાનની જ છૂટ્ટ છે તેમાંથી ગો એર દ્વારા 20માંથી 17 ફલાઈટ રદ કરી નાખવામાં આવી છે. આ જ રીતે ટ્રેન સેવાનું સમયપત્રક પણ વેરવિખેર થયુ છે. અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. તોફાની પવનની સાથોસાથ ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને મુખ્યત્વે મુંબઈ રૂટની ટ્રેનોમાં બદલાવ કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement