‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે

03 June 2020 10:15 AM
India
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે
  • ‘નિસર્ગ’ની અસર શરૂ: 6 કલાક સુધી અલીબાગથી મુંબઈને ધમરોળશે

અરબી સમુદ્રનું વાવાઝોડુ ‘તીવ્ર’ બની ગયું ▪️ 100-120 કી.મી.ની ઝડપે ગમે ત્યારે ત્રાટકશે ▪️ સવારથી જ તેજ પવન ફુંકાવા લાગ્યા ▪️ મુંબઈ, પાલઘર, થાણે તથા રાયગઢમાં 8 ઈંચ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ▪️ એનડીઆરએફની 15 ટીમો તૈનાત ▪️ નેવી, કોસ્ટગાર્ડ તથા એરફોર્સને હાઈએલર્ટ-સ્ટેન્ડબાય ▪️ ગમે તેવી સ્થિતિનો સામનો કરવા તૈયારી ▪️ 19 ફ્લાઈટ્સ રદ ▪️ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે રાયગઢ અને દમણ કાંઠા વચ્ચે ટકારાશે ▪️ કોરોના દર્દીઓ સહિત ૧ લાખ લોકોને સ્થળાંતર કરાયા ▪️ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં NDRFની 36 ટીમો તૈનાત ▪️ બન્ને રાજ્યોના 11 જીલ્લામાં એલર્ટ

મુંબઈ તા.3
અરબી સમુદ્રમાં 'નિસર્ગ' વાવાઝોડુ વધુ તીવ્ર બન્યુ છે. બપોરે મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં અલીબાગ નજીક જમીન પર પ્રવેશ કર્યા બાદ મુંબઈ, રાયગઢ, પાલઘર અને થાણેને છ કલાક સુધી ધમરોળ્યા બાદ આગળ વધવા સાથે નબળુ પડવા લાગશે.

આ દરમ્યાન 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વહીવટીતંત્ર ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રમાં નેવી, કોસ્ટગાર્ડ તથા એરફોર્સને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

હવામાન વિભાગે આજે સવારે રીપોર્ટમાં જણાવ્યું છે કે, 'નિસર્ગ' વાવાઝોડુ તીવ્ર બની ગયુ છે. 14 કિલોમીટરની ઝડપે ઉતર-ઉતરપુર્વ તરફ આગળ ધપી રહ્યું છે. અલીબાગથી 165 કિલોમીટર, મુંબઈથી 215 કિલોમીટર તથા સુરતથી 440 કિલોમીટર દૂર હતું.

આ વાવાઝોડુ રાયગઢ જીલ્લાના અલીબાગના દક્ષિણે બપોરે લેન્ડફોલ કરશે અને ત્યારે 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. છ કલાક સુધી તીવ્ર ગતિએ વાવાઝોડુ ધમરોળશે અને ત્યારબાદ વધુ આગળ ધપવા સાથે મોડી સાંજ સુધીમાં ગતિ ધીમી પડી જશે.

'નિસર્ગ' વાવાઝોડાની અસર હેઠળ ઉતરીય કોંકણ હેઠળના મુંબઈ, પાલઘર, થાણે તથા રાયગઢ જીલ્લામાં 8 ઈંચ સુધી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે. આ સિવાય રત્નગીરી-સિંધુદુર્ગ, ગોવા ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને સુરત જીલ્લામાં પણ ભારે વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.

હવામાન ખાતાના રીપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, 'નિસર્ગ' વાવાઝોડાથી કાચા મકાનોનો કચ્ચરઘાણ નીકળી શકે છે. ઉપરાંત મકાનોના પતરા-છાપરા તથા વૃક્ષોનો સોથ વળી શકે છે. વિજળી સંચાર વ્યવસ્થાને નુકશાન થઈ શકે છે. આ ચેતવણી વચ્ચે સરકાર દ્વારા ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક પગલા લેવામાં આવ્યા છે. હજારો લોકોનું સ્થળાંતર કરાવીને રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડામાં સૌથી પ્રભાવિત મુંબઈ, પાલઘર, થાણે તથા રાયગઢમાં સવારથી જ તેજ પવન ફુંકાવા સાથે અસર શરૂ થઈ ગઈહતી. દરિયામાં બે મીટર ઉંચા મોજા ઉછળવાની ચેતવણીથી દરિયાકાંઠાઓ પર બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. વાવાઝોડુ વિનાશ વેરે તો ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેવી, એરફોર્સ તથા કોસ્ટગાર્ડને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની 15 ટીમે તૈનાત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement