અનલોક-1 પ્રથમ દિવસે રાત્રીના લટાર મારવા નીકળેલા ચાર ઝડપાયા

02 June 2020 06:50 PM
Rajkot Crime
  • અનલોક-1 પ્રથમ દિવસે રાત્રીના લટાર મારવા નીકળેલા ચાર ઝડપાયા

ત્રિકોણબાગ પાસે પોલીસને જોઇ કારચાલકે કાર હંકારી મુકી : નહેરૂનગરનો શખ્સ દારૂ પી બાઇક ચલાવતા ઝડપાયો : રાત્રી કફર્યુનો સમય ઘટાડાયો છતાં પણ લોકો સમજતા નથી

રાજકોટ તા.2
લોકડાઉનમાં છુટછાટ આપી અનલોક-1 જાહેર કરવામાં આવ્યું છે. આજથી અમલ શરૂ થયો છે. તેમાં પણ કેટલાક નિયંત્રણો રાખવામાં આવ્યા છે. રાત્રીના નવથી સવારે પાંચ સુધી જરૂરી કામ વગર બહાર નીકળવાની મનાઇ હોવા છતાં રાત્રીના લટાર મારવા નીકળેલા ચાર શખ્સો પોલીસની ઝપટે ચડયા હતાં.
શહેરના એરપોર્ટ રોડ પર રાત્રીના લટાર મારવા નીકળેલા અનવરભાઇ બેલીમ, તાલુકા પોલીસે મોટામવા પાછળ રૂચી બંગલાની પાછળ રાત્રીના નીકળનાર અર્જુન વેરશીભાઇ વાઘાસુરીયા, પુનીતનગર પાણીના ટાંકા પાસે રાકેશ જયંતીલાલ પાનસુરીયા તથા રામાપીર ચોકડી પાસેથી મોહીત તુલસીભાઇ પરમારને ઝડપી લઇ તેની સામે ગુનો નોંઘ્યો હતો.
આ ઉપરાંત ત્રિકોણબાગ પાસે રાત્રીના એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કાર નં. જીજે 3 કેપી 7700 ને અટકાવવાની કોશીષ કરતા કારચાલકે કાર હંકારી મુકી હતી. બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
એરપોર્ટ રોડ પર હનુમાનમઢી ચોક પાસે છોટુનગર શેરી નં.1 પાસે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ચેકીંગમાં હતો. દરમિયાન બાઇક નં. જીજે 3 કેએમ 5375નો ચાલક સર્પાકાર રીતે બાઇક ચલાવતો તેને અટકાવી નામ પુછતા તેણે પોતાનું નામ ઇમરાન રમજાનભાઇ કચરા (ઉ.વ.31) (રહે.નહેરૂનગર) હોવાનું કહ્યું હતું. તે પુછપરછમાં તેણે દારૂ પીધો હોવાનું માલુમ પડતા તેની સામે ગુનો નોંઘ્યો હતો.


Related News

Loading...
Advertisement