આરટીઓ પાસેના નરસિંહનગરમાં ત્યકતાનો ઝેરી દવા પી આપઘાત

02 June 2020 06:49 PM
Rajkot Crime
  • આરટીઓ પાસેના નરસિંહનગરમાં ત્યકતાનો ઝેરી દવા પી આપઘાત

એક વર્ષ પૂર્વે છૂટાછેડા થયા બાદ સતત હતાશ રહેતી હોવાથી પગલુ ભર્યાનુ અનુમાન

રાજકોટ તા.2
શહેરમા આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતી 28 વર્ષીય ત્યકતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. છૂટાછેડા બાદ હતાશામાં રહેતી હોય આ પગલુ ભરી લીધુ હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ આરટીઓ પાછળ શ્રી રામ સોસાયટી શેરી નં.8માં નરિંહનગરમાં રહેતી ત્યકતા આશા જીવરાજભાઈ સોઢા (ઉં.28)એ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામા આવી હતી. અહીં તેનુ ટૂંકી સારવાર બાદ મોત થયુ હતુ.
આશાબેનના એક વર્ષ પૂર્વે પોતાની જ જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયા હતા પરંતુ બાદમાં મનમેળ ન થતા એક વર્ષ પૂર્વે છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં તે અહીં તેની માતાની સાથે રહેતી હતી પરંતુ છૂટાછેડાના લીધે હતાશ રહેતી હોય માટે આ પગલુ ભરી લીધુ હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. બનાવ અંગે વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement