શેરબજારમાં તેજીની લહેર: વધુ 500 પોઈન્ટનો ઉછાળો: હેવીવેઈટમાં ધૂમ લેવાલી

02 June 2020 06:48 PM
India
  • શેરબજારમાં તેજીની લહેર: વધુ 500 પોઈન્ટનો ઉછાળો: હેવીવેઈટમાં ધૂમ લેવાલી

મુંબઈ તા.2
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર હોય તેમ આજે પણ સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો હતો. બેંક, મેટલ, ફાર્મા, સોફટવેર સહિતના ક્ષેત્રોના શેરોમાં ઉછાળો હતો.
શેરબજારમાં માનસ પ્રોત્સાહક બની રહ્યું હતું. લોકડાઉન મામુલી થઈ જવા સાથે આર્થિક પ્રવૃતિ શરૂ થઈ ગઈ છે અને તુર્તમાં તે ગતિ પકડવા લાગશે તેવા આશાવાદની અસર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થતંત્રને બેઠુ કરી દેવાની કટીબદ્ધતા દર્શાવતા તેની પણ સારી અસર હતી. ત્રણ-ચાર દિવસથી વિદેશી નાણાં સંસ્થાઓની ખરીદી ટેકારૂપ હતી. મૂડીઝે ભારતીય અર્થતંત્રનું રેટીંગ ઘટાડવાનું કારણ ડીસ્કાઉન્ટ થઈ ગયું હતું. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ભારતીય અર્થતંત્ર ઝડપથી બેઠુ થશે અને સરકાર તરફથી પેકેજ મળવાનો આશાવાદ કારણરૂપ છે. આ સિવાય ચોમાસુ સમયસર બેસી જતા તથા નોર્મલ રહેવાની હવામાન ખાતાની આગાહીની પણ સારી અસર હતી.
શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, કોટક મહીન્દ્ર, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, પાવરગ્રીડ, રીલાયન્સ, સન ફાર્મા, ટીસ્કો, ટાઈટન, એકસીસ બેંક, બજાજ ઓટો, એચડીએફસી બેંક, એચડીએફસી વગેરે ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 33804 હતો જે ઉંચામાં 33866 તથા નીચામાં 33301 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 147 પોઈન્ટ વધીને 9973 હતો જે ઉંચામાં 9987 તથા નીચામાં 9824 હતો.


Related News

Loading...
Advertisement