અમેરિકાના દેખાવો હવે બ્રિટન અને જર્મનીમાં પણ પહોંચ્યા : કોરોનાની ચિંતા વધી

02 June 2020 05:50 PM
World
  • અમેરિકાના દેખાવો હવે બ્રિટન અને જર્મનીમાં પણ પહોંચ્યા : કોરોનાની ચિંતા વધી

અમેરિકામાં એક બ્લેક ક્રિમીનલને પોલીસે જે રીતે તેનો શ્ર્વાસ રુંધીને મારી નાખ્યો તેના કારણે જબરા દેખાવો અને હિંસક તોફાનો ચાલુ જ છે તે સમયે હવે બ્રિટન અને જર્મની, ફ્રાંસ, ડેનમાર્ક, ઇટલી, સિરીયા, બ્રાઝીલ, મેકિસકો, આયરલેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ અમેરિકામાં બ્લેક પીપલ્સને વધુ સારા જીવનનો અધિકાર છે, ન્યાયને રોકી શકાય નહીં તેવા પ્લેકાર્ડ સાથે દેખાવો શરુ થઇ ગયા છે. લંડનમાં સોમવારે આ પ્રકારે દેખાવો થયા હતા. જર્મનીમાં પણ અમેરિકી એમ્બેસી સામે ટોળાએ દેખાવ કર્યા હતા. ફ્રાંસમાં કાળા માસ્ક સાથે લોકોએ દેખાવ કર્યા. આમ આ દેખાવો હવે વિશ્ર્વભરમાં પહોંચ્યા છે જો કે તેના કારણે આ દેશોમાં કોરોના વાાઈરસની પણ ચિંતા છે લોકો જે રીતે હજારોની સંખ્યામાં માર્ગ પર આવે છે તેનાથી સંંક્રમણની ચિંતા વધી છે.


Related News

Loading...
Advertisement