એનસીપીના પ્રમુખપદેથી શંકરસિંહની હકાલપટ્ટી : કારણ શું ?

02 June 2020 05:40 PM
Ahmedabad Gujarat
  • એનસીપીના પ્રમુખપદેથી શંકરસિંહની હકાલપટ્ટી : કારણ શું ?

ગુજરાતમાં ઓચિંતા જ એનસીપીના પ્રમુખપદેથી શંકરસિંહ વાઘેલાને હટાવી જયંત પટેલ (બોસ્કી)ને પ્રમુખ બનાવાયા છે. શંકરસિંહ વાસ્તવમાં શા માટે ગયા તેની ચર્ચા કોંગ્રેસ સહિતના વર્તુળોમાં છે. માનવામાં આવે છે કે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં જે રીતે એક-એક મતનો વિવાદ છે તે સમયે એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત ભાજપને નિશ્ર્ચિત થઇ ગયો છે. એનસીપીમાં એવી ચર્ચા છે કે શંકરસિંહનું ભાજપ સાથે ફિક્સીંગ યથાવત છે અને કોંગ્રેસ પક્ષે આ અંગે શરદ પવારને ફરિયાદ કરી હતી જેના પરિણામે શંકરસિંહને તેમનું નામમાત્રનું પ્રમુખપદ પણ ગયું છે. શંકરસિંહે પોતાના ટવીટર પ્રોફાઈલમાંથી એનસીપી નેતા તરીકેની ઓળખ દૂર કરી હતી અને પૂર્વ મુખ્યમંત્રી તરીકે ફરી દર્શાવવાનું ચાલુ કર્યું છે. રાજકીય સુત્રો કહે છે કે શંકરસિંહને ચિંતા તેમના પુત્રની છે. જેની રાજકીય કારકિર્દી તેમના હાથે જ રોળાઈ છે અને ભાજપ જ તે બચાવી શકે તેમ છે.


Related News

Loading...
Advertisement