ગુજરાતમાં કોરોનાના કેટલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ?

02 June 2020 05:35 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોનાના કેટલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ?

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જે રીતે કોરોનાના દર્દીઓની માહિતીઓ સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગરની સોલા સિવિલ હોસ્પિટલ તથા સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા રિલીઝ કરવામાં આવે છે તેમાં મૃત્યુ પામેલા દર્દીને કોરોના નેગેટીવ જાહેર કરાય છે. કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓને ત્રણ કે ચાર દિવસમાં રજા આપી દેવાય છે અને આ પ્રકારના અનેક ગોટાળા થયા છે તેની પાછળ વાસ્તવમાં અમદાવાદમાં જે કોરોના માટે કમાન્ડ અને કંટ્રોલ રુમ ઉભો કરાયો છે તે પણ એક નહીં બે કંટ્રોલ રુમ હોવાનું અને બંને વચ્ચે કોઇ સંકલન નહીં હોવાનું જાહેર થયું છે. ગત સપ્તાહે બે દર્દીઓના મૃત્યુ થયા બાદ તેમના કુટુંબીજનોને આ દર્દીઓના સ્ટેટસ અંગે ફોન આવ્યા હતાં અને તેમના રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવાયું હતું. જેનાથી ભારે વિવાદ સર્જાયો છે. સરકારે 10 દિવસ અગાઉ કોરોના અંગે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્થાપ્યું હતું જે દર્દી અને તેમના ફેમીલી વચ્ચે સંકલન બનાવતું હતુ. પરંતુ આ પ્રકારના વિવાદ સર્જાયા બાદની તપાસમાં ખૂલ્યું છે કે વાસ્તવમાં બે પ્રકારના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલે છે અને બંને વચ્ચે પણ કોઇ સંકલન નથી. એક તરફ સિવિલમાં આ પ્રકારનું સેન્ટર છે તો બીજી તરફ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં પણ સેન્ટર કાર્યરત છે અને બંને સ્વતંત્ર રીતે કામ કરે છે. જેના કારણે આવી સ્થિતિ બને છે ત્યારે બંને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બંને એકબીજા પર દોષ ઢોળે છે આ ખ્યાલ આવ્યા બાદ સરકારે હવે ગાંધીનગરમાં ત્રીજું એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલુ કરવા વિચારવું પડશે તેવું રમૂજમાં કહેવાય છે.


Related News

Loading...
Advertisement