ગુજરાત ભાજપમાં હવે સંગઠનની પુન: રચના હાથ ધરાશે ?

02 June 2020 05:34 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત ભાજપમાં હવે સંગઠનની પુન: રચના હાથ ધરાશે ?

રાજ્યમાં લોકડાઉન લગભગ હળવું બની ગયું છે અને તૂર્ત ભાજપે રાજકીય દાવમાં તા. 19ના રોજ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરાવી લીધી. કદાચ ચૂંટણી પંચ લોકડાઉન-4 પુરુ થાય તેની રાહ જોતુ હશે. જે કાંઇ થયું તે જોગાનુજોગ છે કે કોઇ લખાયેલી સ્ક્રીપ્ટ તે પ્રશ્ર્ન તો છે જ પણ હવે સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના સંગઠનમાં પણ આગામી પખવાડિયામાં કે તેથી વહેલુ નવી રચના શક્ય બની શકે છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ લોકડાઉનમાં બહાર આવેલા ભાજપ મોવડી મંડળે એક પછી એક રાજ્યનો હવાલો ફરીથી ઇન્ચાર્જને આપી દીધો છે. એક તરફ બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણી છે અને તેમાં પક્ષ દ્વારા પ્રથમ વર્ચ્યુઅલ પ્રચારની તૈયારી કરવામાં આવી છે. બીજી બાજુ પશ્ર્ચિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી છે અને તેના સંગઠનમાં પણ ફેરફાર કરાયા છે તો ત્રીજુ બાજુ હવે ગુજરાતમાં વર્ષના અંતે પંચાયત ચૂંટણી છે અને ભાજપ તે લાંબુ ઠેલવાના મૂડમાં નથી. ચોમાસુ પુરુ થાય તે તૂર્ત જ ચૂંટણી કરી લેવા માગે છે કદાચ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પોતાના કૃષિ કામકાજમાં વ્યસ્ત હોય તો તે લાભદાયક સ્થિતિ હશે તેવું ભાજપ માને છે અને તે પહેલાં થોડા દિવસોમાં ભાજપની સંગઠનની ચૂંટણીઓ આવશે કારણ કે ગુજરાતમાં ધારાસભાની પાંચ બેઠકો તો ખાલી જ છે બીજી બે બેઠકોના વિવાદ સુપ્રિમ કોર્ટમાં છે અને તેથી બે બેઠકોના ચૂકાદા હવે તો તેની ચૂંટણી પણ આવી શકે છે. અને ભાજપ તે પહેલા સંગઠનનું કામ પુરું કરી લેવા માગે છે.


Related News

Loading...
Advertisement