ગુજરાત યુનિ.ની પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર હજુ અફર

02 June 2020 05:29 PM
Rajkot Gujarat
  • ગુજરાત યુનિ.ની પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર હજુ અફર

કોરોનાના ફૂંફાડાના પગલે ગુજરાત યુનિ. દ્વારા હવે તા.10 જુલાઇ બાદ પરીક્ષા લેવાશે : સામાજીક ચેપનો ભય

રાજકોટ તા.2
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં સાવચેતીના પગલા રૂપે ગુજરાત યુનિ. દ્વારા તા.25 જૂનથી લેવાનારી પરીક્ષા રદ કરી તે હવે 10 જુલાઇ બાદ લેવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.એ કોરોનાના કહેર વચ્ચે પણ તેની અનુસ્નાતક કક્ષાની પરીક્ષા લેવા માટે હજુ મક્કમ રહી છે. જેના પ ગલે સામાજીક ચેપનો ભય રહેલો છે.અહીં એ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇનમાં જુન માસમાં કોલેજો શરૂ કરવી અશકય હોવાનો નિર્દેષ આપી દીધેલ છે. તેમ છતાં તા.25 જુનથી પરીક્ષા લેવામાં સૌરાષ્ટ્ર યુનિ. અફર રહેતા આ વિષય ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બનેલ છે. જયારે ગુજરાત યુનિ. દ્વારા કોરોનાના સંક્રમણના સતત વધતા જતા કેસોને ઘ્યાનમાં લઇ તા.25 જૂનથી લેવાનારી પરીક્ષા રદ કરી તે હવે તા.10 જુલાઇ બાદ લેવાનો નિર્ણય કરેલ છે. જેની વિદ્યાર્થીઓને અસર થશે.


Related News

Loading...
Advertisement