દુધરેજ વડવાળા દેવ મંદિર દ્વારા સેવાભાવીનું કરાયું સન્માન

02 June 2020 05:02 PM
Surendaranagar
  • દુધરેજ વડવાળા દેવ મંદિર દ્વારા સેવાભાવીનું કરાયું સન્માન

ગાદીપતિના હસ્તે શાલ ઓઢાડી કરાયુ સન્માન

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર
દુધરેજ વડવાળા મંદિર ના ગાદીપતિ પ.પુ. ધ.ધૂ. 1008 મહા મેઘમંડલેશ્વર શ્રી "કનીરામદાસજી બાપુ" તેમજ કોઠારી "શ્રી મુકુંદ રામ બાપુ" ના હસ્તે સેવાકીય કાર્ય માં નિમિત્ત બનતા જોરાવરનગર ના ચંદ્રેશભાઇ પટેલ ને આશીર્વાદ સ્વરૂપે સાલ અને પ્રસાદની ભેટ આપી તેમને હજૂ વધુ ને વધુ લોકો ને ઉપયોગી બની પોતાના જીવનને માનવતા ના મૂલ્ય ની ઓળખાણ બનાવવા ના આશીર્વાદ આપ્યા.
આ આશીર્વાદ તેમની શક્તિ માં વધુ ઉત્સાહ ને ઉમંગ આપનારા બની રહેશે જ્યારે કોરોનાવાયરસ અને લોક ડાઉનલોડ શરૂ થયું ત્યારથી લઈ અને અને એક દીન દુખિયા આવોને તેમજ શહેરના છેવાડાના વિસ્તાર સુધી જમવાનું બંને ટાઇમ તેમજ જરૂરિયાત મંદોને જરૂરિયાત મુજબનું અનાજ સહિતની કામગીરી ચંદ્રેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવતા સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના કનીરામબાપુ તેમજ મુકુંદ સ્વામી આ કામગીરીને બિરદાવી અને ચંદ્રેશ પટેલ નું સારુ ઓઢાડી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે જ્યારે દેશ ઉપર આફત આવે ત્યારે ત્યારે દેશ તેમજ પોતાના વતન અને ગામમાં આજ રીતે સેવાનો લાભ આપતા રહેવાનો પણ ચંદ્રેશભાઇ પટેલ દ્વારા કનીરામ બાપુને કોલ આપવામાં આવ્યો હતો ત્યારે યુવા વયે આ કામગીરી પ્રસંશનીય છે અને આ કામગીરીથી લઈ અને અનેક સંસ્થાઓને પણ આ કામગીરીની નોંધ લેવી જોઈએ તેવું પણ કનીરામ બાપુ એ જણાવ્યું હતું.


Loading...
Advertisement