કુવામાંથી પાણી સીંચતી વખતે ડૂબી જતા યુવતીનું મોત

02 June 2020 03:39 PM
Jamnagar Crime
  • કુવામાંથી પાણી સીંચતી વખતે ડૂબી જતા યુવતીનું મોત

જામનગર તા.2: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામે રહેતી એક યુવતી ગઈકાલના રોજ વાડીએ કુવામાંથી પાણી સીંચી રહી હતી તે દરમિયાન પગ લપસી જતા અચાનક કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
જામજોધપર તાલુકાના ધુનડા ગામે રહેતી અને મૂળ રાજકોટ જિલ્લાના મોટીપાનેલી ગામે રહેતી કુંજલબેન દિનેશભાઇ પરમાર નામની યુવતી ગઈકાલના રોજ ધનુડા ગામે હરિરામ બાપાની વાડીએ કુવામાંથી દોરડાવડે પાણી સીંચી રહી હતી તે દરમિયાન અચાનક પગ લપસી જતા કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement