જામનગરમાં જાહેરનામા ભંગની વધુ બે ફરિયાદ

02 June 2020 03:39 PM
Jamnagar
  • જામનગરમાં જાહેરનામા ભંગની વધુ બે ફરિયાદ

પોલીસે ચાર દુકાનદારો તથા રેકડીધારકો સામે ગુન્હો નોંધ્યો

જામનગર તા.2
જામનગર જિલ્લા સહીત ગુજરાતમાં અનલોક-1.0 ને લઈને સરકાર દ્વારા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. છતાં પણ અમુક દુકાનદારો જાહેરનામાના નિયમોનો ભંગ કરીને નિયત કરેલ સમય સિવાયના સમયમાં પણ પોતાની દુકાનો ખુલી રાખી કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાય તેવી બેદરકારી દાખવી રહ્યા છે. ગઈકાલના રોજ જામનગર પોલીસે રણજીતનગરમાંથી બે દુકાનદારો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તથા જાહેરનામાના નિયમોનું પાલન કરાવવા માટે સતત કર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલના રોજ પોલીસે રણજીતનગર શાકમાર્કેટ પાસેથી ધીરજલાલ ભવાનભાઈ સોનગરા, સાગરભાઈ દયાળભાઈ નકુમ, મનસુખભાઇ રાઘવજીભાઈ કણજારીયા તથા સાગરભાઈ હેમતભાઈ મઘોડીયા નામના દુકાનદારો તથા રેંકડીધારકોની સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભન્ગ બદલ અટકાયત કરી સીટી સી ડિવિઝનમાં તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement