જામનગરમાં અસહ્ય બફારો યથાવત: તાપમાન 37 ડીગ્રી

02 June 2020 03:38 PM
Jamnagar
  • જામનગરમાં અસહ્ય બફારો યથાવત: તાપમાન 37 ડીગ્રી

જામનગર.તા.2: જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી થતી હોય લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. કાળઝાળ ગરમીથી લોકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે અસહ્ય બફારો લોકોને અકળાવી મુકે છે. તાપમાનો પારો 37 ડીગ્રીએ પહોચ્યો છે.
જામનગરમાં અસહ્યથી લોકો પરેશાન થઇ ગયા છે. બપોરના સમયે અસહ્ય થતી હોય લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે પરંતુ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું બફારાથી લોકો અકળાય ગયા છે.
જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 26.2 ડીગ્રી, મહતમ તાપમાન 37 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા જયારે પવનની સરેરાશ ઝડપ 10.8 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.


Loading...
Advertisement