અમરેલી જિલ્લામાં જુગાર રમતા 34 શખ્સો ઝડપાયા

02 June 2020 02:56 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં જુગાર રમતા 34 શખ્સો ઝડપાયા

લાઠીના મતીરાળા ગામે બે સ્થળે રેડ : 1પ પત્તાપ્રેમી પકડાયા

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.2
અમરેલી જિલ્લામાં ભીમ અગ્યિારસ પર્વમાં અનલોક-1માં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જાહેરનામું હોવા છતાં જુગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી જુગારધા અને જાહેરનામા ભંગનો ગુનો નોંધેલ છે. અલગ-અલગ રેઇડમાં 24 કલાકમાં 34 શખ્સો ઝડપાયા છે.
લાઠીના મતીરાળા ગામે ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર.કે.કરમટા સહિતના સ્ટાફે જુગાર રમતા 15ને ઝડપી લીધા હતા. પ્રથમ જગ્યાએ જુગાર રમતા પકડાયેલ ઇસમો બિપીનભાઇ બળદેવભાઇ નિમ્બાર્ક, હરેનભાઇ, ખીમજીભાઇ કાછડીયા, ધીરૂભાઇ, વિઠ્ઠલભાઇ ઘોડાસરા, સંજયભાઇ મનસુખભાઇ ઘોડાસરા, ભાવીનભાઇ પરબતભાઇ ઘોડાસરા, પંકજભાઇ પરબતભાઇ ઘોડાસરા, પ્રવિણભાઇ માધાભાઇ આદરોજાને રોકડા રૂા.14,640 તથા ગંજીપત્તાના પાના નંગ-52 મળી કુલ કિં.રૂા.14,640નો મુદામાલ સાથે અને બીજી જગ્યાએ જુગાર રમતા પકડાયેલ ઇસમો બળદેવભાઇ શંભુભાઇ મકવાણા, નરેશભાઇ મોહનભાઇ સોરઠીયા, અમરભાઇ બાબુભાઇ મકવાણા, દિનેશભાઇ પોપટભાઇ મકવાણા, જગદીશભાઇ મુળજીભાઇ મકવાણા, તુષારભાઇ ઘનશ્યામભાઇ મકવાણા, વિપુલભાઇ સાર્દુળભાઇ મકવાણા, પિયુષભાઇ સુરેશભાઇ મકવાણાને રોકડા રૂા.12,210 તથા ગંજી પાના નંગ પ2 મળી કુલ રૂા.12,210 જપ્ત કરી હતી.
આ ઉપરાંત અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતા અશોકભાઇ કાળાભાઇ શેલડીયા સહિત 10 જેટલા ઇસમો સાંજના સમયે શેડુભાર ગામની સીમમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.9040 તથા મોટર સાયકલ નંગ-3 કિંમત રૂા.1,2પ લાખ મળી કુલ રૂા.1,34,000ના મુદામાલ સાથે તમામ 10 ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા તાલુકાના ઘુડીયા-અગરીયા ગામે રહેતા છગનભાઇ ભીખાભાઇ સોલંકી સહિત 4 ઇસમોને મોડી રાત્રીના સમયે સ્મશાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, રાજુલા પોલીસે ઘસી જઇ જુગાર રમતાં 4 ઇસમોને રંગે હાથ રોકડ રકમ રૂા.3530ની મતા સાથે જડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડીયા તાલુકાના જંગર ગામે રહેતા રમેશભાઇ લાખાભાઇ વસાણી સહિત પ જેટલા લોકો સાંજના સમયે જંગર ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય, વડીયા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.7550ની મતા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement