અમરેલી જિલ્લામાં ધારી ખોડીયાર ડેમમાંથી સિંચાઇ માટે છોડાયુ : ખેડૂતોમાં આનંદ

02 June 2020 02:40 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં ધારી ખોડીયાર ડેમમાંથી સિંચાઇ માટે છોડાયુ : ખેડૂતોમાં આનંદ

કેનાલમાં પાણી વહેતા 21 ગામના ખેડૂતોને ફાયદો

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.2
અમરેલી જિલ્લામાં ચોમાસુ ડોકીયા કરતું હોય તેવા જ સમયે સિંચાઈ વિભાગ ઘ્વારા ઉનાળુ પાકોનાં પિયત માટે પાણી છોડવાનું શરૂ કરતાં ખેડૂતોમાં આશ્ચર્ય સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે.
અમરેલી જીલ્લાનાં સૌથી મોટા ધારીના ખોડિયાર જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખોડિયાર ડેમના પિયત વિસ્તારમાં આવતા ર1 ગામનાં ખેડૂતોને સીધો ફાયદો થશે. ધારી ખોડિયાર ડેમમાંથી હાલ 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને ફાયદો થશે અને આગોતરા વાવણી કરતા ખેડૂતો માટે પણ આ પાણી આશિર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસા દરમિયાન ખોડિયાર ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થયો હતો પરિણામે ખોડિયાર ડેમ અનેક વખત ઓવરફલો પણ થયો.આ ડેમમાં સંગ્રહ કરવામાં આવેલ પાણી હવે ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહૃાું છે.


Loading...
Advertisement