બોટાદ જિલ્લા પોલીસ અને ઉત્સવ ગ્રુપ દ્વારા રાશન કીટનું વિતરણ

02 June 2020 02:27 PM
Botad
  • બોટાદ જિલ્લા પોલીસ અને ઉત્સવ ગ્રુપ દ્વારા રાશન કીટનું વિતરણ

બોટાદ, તા. ર
ભાવનગર નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર તથા બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા કોરોના વાયરસ સંદર્ભે કાયદો વ્યવસ્થાની સાથે સાથે માનવીય અભિગમ દાખવી સેવાકીય પ્રવૃતિઓ પણ પોલીસ દ્વારા થવી જોઇએ તે સુચના અન્વયે બોટાદ જીલ્લામાં પોલીસ દ્વારા અનેક સેવાકીય કાર્યો થઇ રહયા છે. જેમાં બોટાદ પોલીસ ટીમ તેમજ ઉત્સવ ગૃપ તેમજ બોટાદની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ મળીને વોરાવાડના સેવાભાવી લોકોની મદદથી બોટાદના લાંબા સમયથી ક્ધટેઇનમેન્ટ એરીયાના વીધવાઓ, અશક્તો, વૃધ્ધો, ઓટોરીક્ષાના ચાલકો, છુટક મજુરી કરનાર જેવા જરૂરીયાત મંદ 200 વ્યક્તિઓની યાદી તૈયાર કરેલ. તે યાદી મુજબ કીટ તૈયાર કરી આજ રોજ બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમની રાહબરીમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.બી.કરમટીયા તથા પોલીસ ટીમે કીટોનુ વીતરણ કરેલ જેમાં તેલ-2 લીટર, ચોખા-5 કીલો, મરચુ,હળદર,ગોળ-1 કીલો, ખાંડ-1 કીલો, ચા,મશુર-1 કીલો તથા શાકભાજી બટેટા-2 કીલો, કોબી-2 કીલો, ડુંગળી-3 કીલો, મરચા-1 કીલો, ટમેટા-2 કીલો એમ મળી કુલ 20 કીલોની 200 કીટોનુ વિતરણ કરેલ. જેમાં બોટાદ પોલીસ ટીમ, ઉત્સવ ગૃપ, નામી-અનામી સેવાકીય સંસ્થાઓના સહયોગથી આ માનવતાનુ ઉમદા કાર્ય કરી કોમી એકતાનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડેલ.


Loading...
Advertisement