ગોંડલમાં નાણાની ઉઘરાણી કરી યુવાનને રેતીમાં દાટી દેવાનો પ્રયાસ કરનારા ત્રણેય આરોપીઓ ઝબ્બે

02 June 2020 02:23 PM
Gondal Crime
  • ગોંડલમાં નાણાની ઉઘરાણી કરી યુવાનને રેતીમાં દાટી દેવાનો પ્રયાસ કરનારા ત્રણેય આરોપીઓ ઝબ્બે

મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા યુવાન પર છરી વડે હૂમલો

ગોંડલ તા.2
મહાકાળીનગરમાં રહેતા અને ડેરી ફાર્મ નુ કામ કરતા મૂળ જસદણ તાલુકાના ઇશ્વરીયા ગામના કપિલભાઈ કરમશીભાઈ મારકણાને અરવિંદ ગોકળભાઈ બાંધવા (રહે કપુરીયા ચોક) રવી ખુરીભાઈ વકાતર (રહે ગોકુળિયાપરા) તેમજ વોરાકોટડા રોડ પર રહેતા અરવિંદ સહિતનાઓએ ડેરી ફાર્મ ના હિસાબ ના રૂપિયા બાબતે બળજબરીપૂર્વક બુલેટ માં બેસાડી વોરાકોટડા સબ જેલ સામે આવેલ વાડીમાં લઈ જઈ માર મારી ગાળો ભાંડી દોરડાથી બાંધી ધાક ધમકાવી તગારા થી માથે રેતી નાંખી જાનથી મારી નાખવાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ 360 307 324 504 114 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી ત્રણેય શખ્સોને દબોચી લઇ તપાસ શરૂ કરી છે.
મારમાર્યો
ગોંડલના ભગવતપરામાં રહેતાં સંગીતાબેન વિનોદભાઈ સોલંકીના ઘર પાસે કરણ સોલંકી, મિલન સોલંકી, રાહુલ સોલંકી તેમજ કરણના પત્ની અપશબ્દો બોલી રહ્યા હોય ફરિયાદીની પુત્રીએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉપરોક્ત ચારેય શખ્સો ને ન ગમતા ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 506 7527 તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
છરી વડે હૂમલો
ગોંડલના મોવિયા રોડ પર સિમેન્ટનું કારખાનું ધરાવતા સલીમભાઈ દાઉદભાઈ બાલાપરિયાનો નાનોભાઈ ઈકબાલ અને તેનો મિત્ર સુલતાન સુમરા (રહે.સૈનિક સોસાયટી) મોબાઇલમાં લુડો ગેમ રમી રહ્યો હોય સલીમભાઈ દ્વારા બન્ને ને ઠપકો અપાતા સુલતાનને માઠું લાગતા પોતાની પાસે રહેલ છરી વડે સલીમભાઈ પર તૂટી પડતાં ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ઘટના અંગેની તપાસ હોસ્પિટલ ચોકીના જમાદાર રફિકભાઈ કઈડા એ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement