નેવી ઇન્ટેલીજન્સના સર્ચ ઓપરેશનમાં ચરસના વધુ 19 પેકેટ બિનવારસુ ઝડપાયા

02 June 2020 02:18 PM
kutch
  • નેવી ઇન્ટેલીજન્સના સર્ચ ઓપરેશનમાં ચરસના વધુ 19 પેકેટ બિનવારસુ ઝડપાયા

કચ્છ પોલીસ વડાને ઘટનાની જાણ નહીં : સંવેદનશીલ કોટેશ્ર્વર ક્રિકમાં તપાસ

ભૂજ તા.2
સરહદી કચ્છમાંથી અવારનવાર ડ્રગ્સ - હથિયારોની નાપાક તત્વો દ્વારા ઘૂસણખોરી દાયકાઓથી કરવામાં આવી રહી છે તેવામાં વધુ એક વખત કચ્છના કોટેશ્વર ક્રીક વિસ્તારમાંથી ચરસના બિનવારસુ રીતે પડેલા 19 પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
ભારતની ગુપ્તચર સંસ્થા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોટેશ્વર ક્રીકમાંથી બિનવારસુ પડેલા ચરસના 19 પેકેટ કબજે કરાયા હતા. ડીફેન્સના પીઆરઓ પુનીત ચઢ્ઢાએ આપેલી વિગતો મુજબ ઘટનાની માહિતી નેવી - ઈન્ટેલીજન્સ દ્વારા ટ્વીટ કરીને અપાઈ હતી. જો કે, આ અતિ સંવેદનશીલ ઘટના અંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાને પુછતા તેમણે ઘટના અંગે અજાણતા દર્શાવી હતી. નેવી - ઈન્ટેલીજન્સની ટીમે ર8 લાખ પ0 હજારની કિંમતના 19 ચરસના પેકેટ બિનવારસુ રીતે કબજે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ર4 લાખના 16 પેકેટ મળ્યા હતા, ત્યાર બાદ વાયોરના નજીકના ટાપુમાંથી એક પેકેટ ઝડપાયું હતું. આમ અત્યાર સુધી કુલ્લ 36 ચરસના પેકેટ કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવ્યા છે. ચરસનો જથ્થો અવારનવાર દરિયાઈ સીમામાંથી ઝડપાઈ રહ્યો છે પરંતુ તેના કોઈ ચોક્કસ સઘળ મેળવવામાં એજન્સીઓને હજુ સુધી સફળતા મળી શકી નથી.


Loading...
Advertisement