વાંકાનેર યાર્ડમાં ખેડૂતો-વેપારીઓનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે અગમચેતી

02 June 2020 02:12 PM
Morbi
  • વાંકાનેર યાર્ડમાં ખેડૂતો-વેપારીઓનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે અગમચેતી

સાવચેતી રાખવા માટે યાર્ડના ચેરમેન દ્વારા અપીલ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. 2
વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા વરસાદ વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂતો અને વેપારીઓનો માલ પલળે નહીં તે માટે અગનચેતીનાં ભાગરુપે સૌને સાવચેત કરાયા છે.
મોરબી જિલ્લા રજીસ્ટાર દ્વારા ખેડૂતો અને વેપારીઓનાં માલને ચોમાસામાં નુકસાન ન થાય તે માટે યાર્ડના અધિકારી-પદાધિકારીઓને સતર્ક રહેવા જણાવાયું છે. ત્યારે તેને મહત્વ આપી વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઈ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી અને યાર્ડના સદસ્યો સેક્રેટરી ચૌધરીભાઈએ વરસાદ વાવાઝોડાની આગાહીને લઇને વેપારી અને ખેડૂતોને પોતાનો માલ પલળે નહીં બગડે નહીં તે માટે વૈજ્ઞાનિક પધ્ધતિને ધ્યાનમાં રાખી વરસાદી વાતાવરણ અને આગામી ચોમાસામાં પણ ગત વર્ષની જેમ આગલા દિવસે વેપારીઓ સાથે મીટીંગો યોજવા અને યાર્ડમાં આવતી જણસી અને ખેડૂતોનાં અને વેપારીઓનાં હિતમાં નિર્ણયો લેવાની તૈયારી શરુ કરી છે.ગત વર્ષ ચોમાસામાં ખેડૂતો અને વેપારીઓનાં માલને વરસાદથી બચાવવામાં સફળતા મળી છે. તેવી જ રીતે આ વર્ષે પણ તૈયારી કરી રાખવા કવાયત હાથ ધરી છે.


Loading...
Advertisement