રાજકોટમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ, બે દર્દીને મળી હોસ્પિટલમાંથી રજા

01 June 2020 06:22 PM
Rajkot
  • રાજકોટમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ, બે દર્દીને મળી હોસ્પિટલમાંથી રજા

સમરસ કવોરેન્ટાઇન ફેસીલીટી ખાતેથી લેવાયેલ સેમ્પલમાંથી એક કેસ પોઝિટિવ: સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી બે દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા

રાજકોટ :
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સમરસ કોરોન્ટાઈન ફેસેલિટી ખાતેથી લેવામાં આવેલ સેમ્પલ પૈકી એક પોઝીટીવ કેસ નોંધાયેલ છે

નામ : ઇશાની વસંત રામાનુજ
ઉ. વર્ષ : ૨૧/સ્ત્રી,
સરનામું : કેવલમ રેસીડેન્સી, કાલાવાડ રોડ, રાજકોટ

ઉપરોકત દર્દી તા. ૨૮-૦૫-૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ કેસના કોન્ટેક્ટ પર્સન છે તેમજ તા.૨૮-૦૫-૨૦૨૦ થી સમરસ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવેલ. તેમજ તા. ૨૫-૦૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ થી રાજકોટ આવેલ.

વધુમાં જણાવવાનું કે આજ રોજ અન્ય બે દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

(૧) રેશ્માબેન ઠેબા (૩૩/સ્ત્રી)
સરનામું : પંજેતન શેરી, ગોસીયા મસ્જીદ પસે, રાજકોટ
(૨) મહમદ હનીફ ઠેબા (૪૦/પુરૂષ)

સરનામું : પંજેતન શેરી, ગોસીયા મસ્જીદ પસે, રાજકોટ
આજ રોજની સ્થિતિએ રાજકોટ શહેરમાં કુલ ૮૪ કેસ નોંધાયેલ છે જે પૈકી ૭૬ કેસ સાજા થયેલ છે તેમજ ૦૬ કેસ હોસ્પિટલમાં દાખલ છે.


Related News

Loading...
Advertisement