ભાવનગરમાં વાવાઝોડાનું ટ્રેલર; વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ

01 June 2020 06:07 PM
Bhavnagar
  • ભાવનગરમાં વાવાઝોડાનું ટ્રેલર; વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ
  • ભાવનગરમાં વાવાઝોડાનું ટ્રેલર; વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ
  • ભાવનગરમાં વાવાઝોડાનું ટ્રેલર; વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ
  • ભાવનગરમાં વાવાઝોડાનું ટ્રેલર; વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ

સવારે વાજડી સાથે વરસાદ તૂટી પડતા વિજળી ગુલ: ગગન ખળભળી ઉઠયા: લોકોમાં ગભરાહટ: અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી: ભારે પવનમાં હોર્ડીંગ્સ પતરા ઉડયા: ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ: ધોધમાર 1 ઈંચ: 34 ગામોને એલર્ટ કરાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.1
ભાવનગરમાં આજે સવારે ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો.
અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં અને વીજળીના કડાકા-ભડાકાથી લોકો ગભરાયા હતા અને મુશ્કેલમાં મુકાયા હતા. શહેરમાં વરસાદ સાથે જ વિજળી ગુલ થઈ ગઈ હતી.
ભાવનગરમાં આજે સવારે 11 વાગ્યે અચાનક ભારે પવન ફુંકાવા લાગ્યો હતો અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી.
શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને સમગ્ર શહેરમાં મીની વાવાઝોડું ફુંકાય છે. મધરાતથી ધમાકેદાર એન્ટ્રીથી ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી તો ફેલાઈ છે પરંતુ મીની વાવાઝોડાને કારણે ડર પણ અનુભવાયો હતો. હજુ પણ ભાવનગરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ છે.
વૃક્ષો ધરાશાયી
ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ દરમ્યાન શહેરનાં કાળીયાબીડ, ગઢેચી વડલા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયીનાં બનાવો બનતા ફાયરબ્રિગેડના સ્ટાફે બનાવ સ્થળે દોડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.
વીજળી ગુલ
ભાવનગરમાં પ્રથમ વરસાદમાં વરસાદની સાથે જ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. જો કે વરસાદે વિરામ લીધા બાદ વીજપુરવઠો પુર્વવત થયો હતો.
બોર્ડ-પતરા ઉડયા
તોફાની પવન અને વરસાદ વચ્ચે ભાવનગરમાં અનેક સ્થળે સાઈન બોર્ડ અને પતરા ઉડયા હતા. ધુળની ડમરીઓ ઉડી હતી.ભાવનગરના ઠેર-ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગના પુર્વાનુમાન મુજબ વાવાઝોડાની અસર થઈ હોય તેમ આજે ભાવનગરમાં મીની વાવાઝોડુ ફુંકાતા વીજળી-કડાકા ભડાકાથી ગગન ખળભળી ઉઠયુ હતું. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આજે ભાવનગર પંથકને મીની વાવાઝોડા ધમરોળી નાખ્યો હતો.
વાવાઝોડાની દહેશતના પગલે ભાવનગર જિલ્લાના 34 ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે.


Loading...
Advertisement