જી.ટી.યુ.ના પોરેટા સીસ્ટમનો લાભ લેનારા છાત્રોને તા.15 સુધીમાં માર્કસશીટ અપાશે

01 June 2020 05:56 PM
Rajkot
  • જી.ટી.યુ.ના પોરેટા સીસ્ટમનો લાભ લેનારા છાત્રોને તા.15 સુધીમાં માર્કસશીટ અપાશે

તમામ કોલેજોને ઈન્ટરનલ ગુણના ડેટા તા.5 સુધીમાં મોકલી દેવા તાકીદ

રાજકોટ તા.1
કોરોના વાયરસની મહામારીનાં ફુંફાડાનાં પગલે રાજયભરની સરકારી યુનિ.ઓનાં સ્નાતક કક્ષાનાં અંતિમ વર્ષ સિવાયનાં વિદ્યાર્થીઓને પ્રોરેટા સીસ્ટમનો લાભ આપવામાં આવેલ છે.
જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના બી.ઈ.સેમ-2,4,6 તેમજ ડીપ્લોમાના સેમ-2 સહિતના વિદ્યાર્થીઓને પ્રોરેટા સીસ્ટમનો લાભ આપવામાં આવેલ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.નાં પ્રોરેટા સીસ્ટમનો લાભ લેનારા વિદ્યાર્થીઓને તા.15 સુધીમાં તેમની માર્કસશીટનું વિતરણ કરી દેવામાં આવનાર છે.આ અંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.દ્વારા યુન.સંલગ્ન તમામ કોલેજો પાસેથી તા.5 સુધીમાં વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાના ગુણનો બાયોડેટા ઓનલાઈન મંગાવવામાં આવેલ છે.જે બાદ માર્કશીટો તૈયાર કરી તા.15 સુધીમાં વિદ્યાર્થીઓને મળી રહે તે માટેનો તખ્તો યુનિ.દ્વારા તૈયાર કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement