પાન-તમાકુનાં હજુ પાંચ વેપારીઓને ત્યાં તપાસ ચાલુ

01 June 2020 05:55 PM
Rajkot
  • પાન-તમાકુનાં હજુ પાંચ વેપારીઓને ત્યાં તપાસ ચાલુ

14 પેઢીમાંથી વેરો અને કરચોરી પેટે કુલ રૂા. 47 લાખ વસૂલાયા

રાજકોટ,તા. 1
તાજેતરમાં લોકડાઉન દરમિયાન વ્યસનીઓની મજબૂરીનો બેફામ લાભ લેનારા રાજકોટનાં પાન-તમાકુ અને મસાલાની એજન્સીનાં વેપારીઓને જિલ્લા કલેક્ટરનની સૂચનાથી જીએસટી તંત્રએ ઝપટે લીધા હતાં અને ગત શુક્રવારથી 23 જેટલી એજન્સીઓમાં દરોડા પાડી બાકીવેરો તથા કરચોરી અંગે તપાસણી હાથ ધરવામાં આવેલ હતી.
દરમિયાન આ દરોડા અંગે જીએસટી તંત્રના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજની તારીખ સુધીમાં પાન-તમાકુ-મસાલાની 14 એજન્સીઓમાં તપાસો પૂર્ણ થવા પામી છે અને બાકી વેરો તથા કરચોરી પેટે કુલ રુા. 47 લાખની વસૂલાત કરવામાં આવી છે.
જીએસટી તંત્રનાં અધિકારી સુત્રોનાં જણાવ્યા મુજબ બાકી વેરા પેટે રુા. 47 લાખ અને કરચોરી પેટે રુા. 20 લાખની રિકવરી કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ રાજકોટની પાંચ જેટલી પાન-તમાકુની એજન્સીઓમાં તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે આથી હજુ પણ વસૂલાતનો આંક વધે તેવી પૂરી શક્યતા છે.


Related News

Loading...
Advertisement