અરબી સમુદ્રમાં ‘નિસર્ગ’ વાવાઝોડુ: દક્ષિણ ગુજરાતને ધમરોળશે

01 June 2020 05:41 PM
Gujarat India
  • અરબી સમુદ્રમાં ‘નિસર્ગ’ વાવાઝોડુ: દક્ષિણ ગુજરાતને ધમરોળશે
  • અરબી સમુદ્રમાં ‘નિસર્ગ’ વાવાઝોડુ: દક્ષિણ ગુજરાતને ધમરોળશે

પૂર્વ મધ્ય અરબી સમુદ્રની સિસ્ટમ સાંજ સુધીમાં ડીપ-ડીપ્રેસનમાં અને કાલ સુધીમાં ‘સાયકલોન’માં ફેરવાશે : બુધ-ગુરૂવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે: સરકાર એલર્ટ: અનેક વિભાગોને સ્ટેન્ડ-ટુના આદેશ : મુંબઈથી 690, સુરતથી 920 તથા સૌરાષ્ટ્રથી 800 કિલોમીટર દૂર: મુંબઈ-મહારાષ્ટ્ર પણ ઝપટે ચડશે : ઉતર મહારાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગનું રેડએલર્ટ; ગોવા-કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ

રાજકોટ તા.1
ભારતમાં ચોમાસાની એન્ટ્રીની સાથોસાથ વાવાઝોડાનો ખતરો પણ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ઉદભવેલુ લો-પ્રેસર મજબૂત થવા સાથે વાવાઝોડામાં પરિવર્તિત થવાના એંધાણ છે અને 3જી જૂને બુધવારે દક્ષિણ ગુજરાત તથા ઉતરીય મહારાષ્ટ્રને ધમરોળે તેવી શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આ બન્ને રાજયો માટે રેડ એલર્ટની ઘોષણા કરી છે. જયારે ગોવા કર્ણાટક સહિતના રાજયો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડા સિસ્ટમ મુંબઈથી 690 તથા સુરતથી 920 કિલોમીટર દુર કેન્દ્રીત હોવાનું જણાવાયું છે.
હવામાન વિભાગના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે પુર્વ મધ્ય અરબી સમુદ્ર તથા લક્ષદ્વીપમાં લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી હતી તે સતત મજબૂત થઈ રહી છે.


Related News

Loading...
Advertisement