અમદાવાદમાં 23 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા: માત્ર મંદિરના પુજારીઓ જોડાશે

01 June 2020 05:39 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં 23 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા: માત્ર મંદિરના પુજારીઓ જોડાશે

પ્રથમ વખત શ્રદ્ધાળુઓની ભીડ વિના રથયાત્રા : આયોજન અંગે મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી

અમદાવાદ તા.1
કોરોના મહામારીના કારણે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે નીકળશે. તા.23મી જૂને યોજાનારી આ રથયાત્રામાં ફકત 3 રથ હશે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે.
આ વખતે જળયાત્રામાં શોભાયાત્રા નહીં થાય. હાલ રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. રથના પૈડા રથને રંગરોગાની કામગીરી ચાલી રહી છે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે મંદિરના ટ્રસ્ની બેઠક મળી હતી.
લેવાયેલા નિર્ણય મુજબ રથયાત્રા સાદાઈથી નીકળશે. જેમાં 3 રથ જ રહેશે. તમામને રથયાત્રા હેઠળ ચેનલમાં જોવાની અપીલ કરાઈ છે. રથયાત્રામાં મંદિરના માત્ર પુજારીઓ જ જોડાશે. આગામી 5 જૂને જળયાત્રા યોજાશે, જેમાં માત્ર મંદિરના પુજારીઓ જ જોડાશે.


Related News

Loading...
Advertisement