જે 78 વર્ષમાં ન જાણી શકયો, તે લોકડાઉનમાં શીખી લીધુ: અમિતાભ

01 June 2020 05:11 PM
Entertainment
  • જે 78 વર્ષમાં ન જાણી શકયો, તે લોકડાઉનમાં શીખી લીધુ: અમિતાભ

લોકડાઉને ભલભલાને ‘રંગ’ દેખાડયા!

મુંબઈ તા.1
કોરોના વાયરસ મહામારી અને તેના પગલે આવેલા લોકડાઉને માણસ જાતે અનેક રંગો દેખાડયા છે. ઘણુ બધુ શીખવ્યુ છે જેમાં મિલેનીયમ સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. બીગબીએ સોશ્યલ મિડીયામાં લખ્યુ હતું કે જે 78 વર્ષમાં હું નથી શીખ્યો તે લોકડાઉનમાં શીખી ગયો છું. લોકડાઉન બાદ ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મોનાં શુટીંગ બંધ છે ત્યારે અમિતાભ બચ્ચન તેમનાં લોકપ્રિય ટીવી શો "કૌન બનેગા કરોડપતિના” માટે કેટલાંક પ્રોમો વિડીયોઝ શરૂ કર્યા. આ લોકડાઉન અમિતાભને ઘણુ શીખવી રહ્યો છે. બીગબીએ સોશ્યલ મીડીયામાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કોઈ વિચાર મુદ્રામાં નજરે પડે છે આ ફોટોની સાથે કેપ્સનમાં તેમણે લખ્યુ કે આ લોકડાઉનમાં હું જેટલુ શીખ્યો, સમજયો એટલુ હું 78 વર્ષનાં જીવનકાળમાં નથી શીખી શકયો, કે નહોતો સમજી શકયોકે ન તો જાણી શકયો.
આ સચ્ચાઈને વ્યકત કરવી આ શીખ સમજ અને જાણવાનું પરીણામ છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાની ફીલ્મ ગુલાબો સિતાબો, ઓટીપી પર રીલીઝ થઈ રહી છે. આ સિવાય તે ફિલ્મ ચેહરે માં પણ ચમકી રહ્યા છે.


Related News

Loading...
Advertisement