અમેરિકા: ૧૬ રાજ્યોના ૨૫ શહેરોમાં કરફ્યુ, પોલીસના વાહનોમાં તોડફોડ - આગચંપી, વાઇટ હાઉસ બહાર પોલીસ સાથે ઘર્ષણ, દેશમાં 1400 લોકોની ધરપકડ

31 May 2020 03:03 PM
World
 • અમેરિકા: ૧૬ રાજ્યોના ૨૫ શહેરોમાં કરફ્યુ, પોલીસના વાહનોમાં તોડફોડ - આગચંપી, વાઇટ હાઉસ બહાર પોલીસ સાથે ઘર્ષણ, દેશમાં 1400 લોકોની ધરપકડ

ટ્રમ્પની ટ્વીટર પર ચીમકી છતાં આફ્રિકન - અમેરિકન સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન : અમેરિકા સ્તબ્ધ : પોલીસ - નાગરિકો વચ્ચે ઘર્ષણ : સેન ફ્રાન્સિસ્કો, LA, માયામી, શિકાગો, એટલાન્ટા, મીનીયાપોલીસ, રોચેસ્ટર સહિતના શહેરોમાં કરફ્યુ : ન્યુયોર્કમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે ગાડી ચડાવી : નાઈક-એડિડાસ જેવા સ્ટોરમાં લૂંટફાટ

ન્યુ યોર્ક : અમેરિકામાં આફ્રિકન અમેરિકન સમુદાય દ્વારા જબરો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. સોમવારે મીનિયાપોલીસમાં ૪૬ વર્ષીય જોર્જ ફ્લોયડ નામના આફ્રિકન અમેરિકન વ્યક્તિનું શ્વેત પોલીસ ઓફિસરના હાથે મૃત્યુ થયું હતું અને તેનો વિડિયો વાયરલ થયા બાદ ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. આ વિરોધ દરમ્યાન અમેરિકાના ૧૬ રાજ્યોના ૨૫ શહેરોમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.
ન્યુયોર્કમાં પોલીસ - નાગરિકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું જેમાં પોલીસ ના વાહનોમાં તોડફોડ કરવામાં આવ્યું. આ ઉપરાંત યુનિયન સ્ક્વેર પર નાઈક - એડિડાસ સ્ટોર માં ટોળાએ લૂંટફાટ મચાવી.
પોર્ટલેન્ડ માં લક્ઝરી બ્રાન્ડ લુઈ વિંટો નામની બ્રાન્ડના સ્ટોર તોડી તેમાંથી ૬૫ લાખની બેગ સહિતની વસ્તુઓની લૂંટ કરવામાં આવી.

ક્યાં રાજ્યોના ક્યાં શહેરોમાં કરફ્યુ છે :
કેલિફોર્નિયા : બેવરલી હિલ્સ, લોસ એન્જલસ, સેન ફ્રાન્સિસ્કો
કોલોરાડો : ડેન્વર
ફ્લોરિડા : માયમી
જોર્જીયા : એટલાન્ટા
ઇલ્યાનોસ : શિકાગો
કેન્ટકી : લૂઈવિલ
મીનીસોટા : મીનિયાપોલિસ, સેન્ટ.પોલ
ન્યુ યોર્ક : રોચેસ્ટર
ઓહૈયો : સિનસિનાટી, ક્લેવલેન્ડ, કોલંબસ, ડેયટન, ટોલેડો
ઓરેગોન : યુજીન, પોર્ટલેન્ડ
પેન્સિલવેનિયા : ફિલેડલ્ફિયા, પિટ્સબર્ગ
સાઉથ કેરોલિના : ચાર્લ્સટન, કોલંબિયા
ટેનેસી : નેશવિલ
યુટા: સોલ્ટ લેક સિટી
વોશિંગ્ટન : સિએટલ
વિસ્કોન્સિન : મિલવોકી

લોસ એન્જલસમાં ઇમરજન્સી જાહેર

ન્યુયોર્ક મેયરે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસે બેરિગેટ સહિત વિરોધ કરનારા પર ગાડી ચડાવવાની ભૂલ કરી છે. આ થવું નહતું જોતું. જોકે હાલ ન્યુયોર્ક શહેરમાં કરફ્યુ નથી.

અમેરિકામાં વિરોધ કરનાર અને પોલીસ સ્ટેશન તથા વાહનો સહિત જાહેર જગ્યાઓ માં તોડફોડ કરનાર ૧૭ શહેરોના ૧૪૦૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો :
સોમવારે મિનિયાપોલીસ માં જોર્જ ફ્લોયડ નામનો આફ્રિકન અમેરિકન વ્યક્તિની પોલીસે ૨૦ ડોલર ની ખોટી નોટ થી સ્થાનિક સ્ટોર માં ખરીદી ના આરોપ સાથે દિટેન કર્યો. અમેરિકી પોલીસનો શ્વેત ઓફિસરે તેના પગના જોરથી જોર્જના ગળા ના ભાગ પર દબાણ કર્યું જેથી તે બેભાન થયો. આ સમગ્ર બનાવ કોઈએ વિડિયો રેકોર્ડ કર્યો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયો, જેમાં જોર્જ એમ કહેતો જણાય છે 'આઇ કાંટ ભ્રિધ' (હું શ્વાસ લઈ નથી શકતો)
જોર્જને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેની મોત થયાની ડોકટરે જાહેરાત કરી.
શ્વેત પોલીસ ઓફિસર પર સખત સજા થાય અને ઝડપી નિર્ણય આવે, જૉર્જને ન્યાય મળે તેની માંગ સાથે સમગ્ર દેશમાં હાલ વિરોધ થઈ રહ્યો છે.
ચાર પોલીસ ઓફિસર જે આ બનાવમાં સામેલ હતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને FBI દ્વારા સમગ્ર મામલાની તપાસ થશે.
સતત પાંચ દિવસની અમેરિકામાં ઉગ્ર વિરોધ આફ્રિકન અમેરિકન સમુદાય દ્વારા કરવામાં આવી રહ્યો જેથી ઠેર ઠેર નુકશાન, તોડફોડ, લૂંટફાટ થયાના બનાવો સામે આવી રહ્યા છે.

Related News

Loading...
Advertisement