લોકડાઉન-પ, અનલોક-1 : કેન્દ્ર સરકાર 30 જુન સુધી નવી ગાઇડલાઇન જાહેર કરી : દેશભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અનેક છુટછાટ વિશે વાંચો

30 May 2020 09:53 PM
India
  • લોકડાઉન-પ, અનલોક-1 : 
કેન્દ્ર સરકાર 30 જુન સુધી નવી ગાઇડલાઇન જાહેર કરી : દેશભરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અનેક છુટછાટ વિશે વાંચો

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે : રાત્રી કફર્યુ રાત્રીન 9 થી સવારના પ સુધી જ રહેશે

ન્યુ દિલ્હી, તા. 30
કેન્દ્ર સરકારે આજે લોકડાઉન-પ અંગેની નવી ગાઇડલાઇનની જાહેરાત કરી છે જેને અનલોક-1 નામ અપાયું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન ચાલુ રહેશે જેમાં માત્ર જીવન જરૂરીયાત સેવાઓ-વસ્તુઓ ચાલુ રહી શકશે. તે સિવાયના વિસ્તારોમાં તબકકાવાર સેવાઓ શરૂ થશે.

પહેલો તબકકો :
8 જુન પછી ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરાં, શોપીંગ મોલ ખોલી શકાશે.
સ્વાસ્થય મંત્રાલય દ્વારા એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) જાહેર કરાશે જેથી આ જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોનું પાલન થાય.

બીજો તબકકો :
શાળાઓ, કોલેજ, કોચીંગ કલાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ રાજ્ય સરકારો સાથેની સલાહો બાદ ખુલી શકશે.
રાજ્ય સરકારો શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો, શિક્ષકો, માતા-પિતા સાથે વાત કરી ફીડબેક મેળવી સંસ્થાઓને જુલાઇમાં ખોલવા અંગે નિર્ણય લેશે.

ત્રીજો તબકકો :
આંતર રાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો રેલ, સિનેમા, જીમ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, હોલ-ઓડિટોરીયમ પ્રકારની જગ્યાઓ-સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે. આ જ રીતે સામાજીક, રાજકીય, રમત-ગમત, શૈક્ષણિક, ધાર્મિક તેમજ અન્ય મોટા મેળાવડા પણ તે સમયની આરોગ્યલક્ષી પરિસ્થિતિને ઘ્યાનમાં રાખ્યા બાદ નિર્ણય લેવાશે.

આંતર રાજ્ય-આંતર જિલ્લાની મુસાફરી પર હવે પ્રતિબંધ નહી :
આંતર રાજય તથા આંતર જિલ્લા વચ્ચેની મુસાફરી પર હવે કોઇ પ્રકારની મંજૂરી કે ઇ-પરમીટ લેવી નહીં પડે. જોકે જે રાજ્ય આ પ્રકારની છુટછાટ નથી આપવામાં માંગતી તેને નિયમોની જાહેરાત કરી નાગરીકોને માહિતગાર કરવાના રહેશે.

બફર ઝોન :
રાજ્ય સકાર ક્ધટેનમેન્ટ ઝોન બહાર બફર ઝોનની ઓળખ કરી શકશે. આ એવા વિસ્તાર હશે જયાં નવા કેસ આવવાનો ખતરો વધારે છે.

નાઇટ કફર્યુ :
દેશભરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે પ વાગ્યા સુધી કફર્યુ રહેશે, જેથી કોઇ પણ પ્રકારની મુવમેન્ટ કરવામાં નહી આવે.


Related News

Loading...
Advertisement