રાજયના ન્યાયધીશોની જનરલ ટ્રાન્સફર મોકુફ રાખવા રજુઆત

30 May 2020 05:45 PM
Rajkot Saurashtra
  • રાજયના ન્યાયધીશોની જનરલ ટ્રાન્સફર મોકુફ રાખવા રજુઆત

પેન્ડીંગ કેસોના ભારણ વધવાના ભયથી સુપ્રીમ અને હાઈકોર્ટને અપીલ

રાજકોટ તા.30
રાજયના ન્યાયાધીશોની જનરલ ટ્રાન્સફર મોકુફ રાખવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે સુપ્રીમ અને હાઈકોર્ટમાં શરુઆત કરી છે. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં રાજયની તમામ અદાલતોમાં અરજન્ટ કામ સિવાયનું તમામ કામ બંધ છે. હાલમાં લોકડાઉનમાં કોર્ટો કયારે રેગ્યુલર કોર્ટ થાય તે નકકી નથી.

હાલમાં પાંચ લાખથી વધુ કેસોનો ભરાવો થઈ ગયેલ છે.ગુજરાતમાં અદાલતોમાં કોર્ટમાં કાર્ય કરતા ન્યાયધીશો ત્રણ વર્ષથી કાર્ય કરતા હોય અને તેમની કોર્ટમાં કેસો ચુકાદા ઉપર હોય ઘરા કેસોમાં દલીલ થઈ ગયેલ હોય ઘણા કેસોમાં પુરાવો લીધેલ હોય અને આ ત્રણ વર્ષ દરમ્યાનમાં ન્યાયાધીશોએ તેની કોર્ટમાં રહેલા કેસોથી અંગત જાણ હોય અને માહિતગાર હોય છે.

લોકડાઉનમાં કોર્ટો બંધ છે આવા સંજોગોમાં ન્યાયધીશોની બદલી એપ્રિલ-મે મહિનામાં જનરલ ટ્રાન્સફરથી થતી હોય છે જે જનરલ ટ્રાન્સફર કરવામાં આવે તો જે તે કોર્ટમાં પેન્ડીંગ કેસોમાં ભારણ વધી જાય તેમ છે અને નવા આવનાર ન્યાયધીશો આ કેસોનો અભ્યાસ કરવામાં, દલીલો સાંભળવામાં ઓછામાં ઓછા છ માસનો સમય વિલંબ થાય તેમ છે. આવા સંજોગોમાં ગુજરાતમાં આવનારી જનરલ ટ્રાન્સફરો મોકુફ રાખવી જોઈએ.

ખાસ કિસ્સા સિવાય આ વર્ષે ન્યાયધીશોની જનરલ ટ્રાન્સફર ગુજરાતમાં મુલત્વી રાખવી ન્યાયના હિતમાં છે અને કેસોના ઝડપી નીકાલનું જે ધ્યેય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું છે તે પૂર્ણ થાય તેમ હોય તેવીરજુઆત દીલીપ પટેલે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં કરી છે.


Related News

Loading...
Advertisement