વડોદરાના પકડાયેલા અડધા કરોડના ડ્રગ્સ પ્રકરણમાં રાજકોટ-મોરબીનું કનેકશન ખુલ્યુ

30 May 2020 05:43 PM
Vadodara Rajkot Saurashtra
  • વડોદરાના પકડાયેલા અડધા કરોડના ડ્રગ્સ પ્રકરણમાં રાજકોટ-મોરબીનું કનેકશન ખુલ્યુ

ડ્રગ્સ સાથે પકડાયેલા બંને શખ્સો સૌરાષ્ટ્રમાં પણ માલ સપ્લાય કરતા : નશાનું રાજય વ્યાપી નેટવર્ક ખુલવાની સંભાવના

રાજકોટ તા.30
વડોદરામાં દેણા ચોકડી પાસેથી પકડાયેલા અડધા કરોડના મેથામ્ફેટામાઇન ડ્રગસ પ્રકરણમાં રાજકોટ અને મોરબીનું કનેક્શન સામે આવ્યું છે. ડ્રગ્સ સાથે પકડાયેલા બંને શખ્સો સૌરાષ્ટ્રમા પણ માલ સપ્લાય કરતા હોવાની વિગતો સામે આવી છે.ત્યારે આ ડ્રગ્સ પ્રકરણની તપાસમાં નશીલા દ્રવ્યો રાજ્યવ્યાપી નેટર્વકનો પર્દાફાશ થવાની શકયતા સેવાઇ રહી છે.

વડોદરામાં દેણા ચોકડી પાસેથી એસ.ઓ.જી પી.આઈ આર.એમ.સોલંકી તથા ટીમે અડધો કરોડના ડ્રગ્સ સાથે નરેન્દ્ર ચૌધરી અને પંકજ માંગુકિયાને ઝડપી લીધા હતા. પોલીસે નરેન્દ્ર પાસેથી મળેલી માહિતીના આધારે તેની પાસેથી મેથામ્ફેટામાઇન ખરીદનારા ગ્રાહકો અને નાના ડ્રગ પેડલરોની તપાસ શરૂ કરી હતી.

બંનેના બેંક ખાતાની વિગતોની તપાસ શરૂ કરાઇ તપાસમાં બહાર આવ્યું હતું કે, નરેન્દ્ર તેના રાજસ્થાન સ્થિત મામા ગોવિંદ સાથે નશીલા પદાર્થોનો કારોબાર કરતો હતો અને 6 માસ પહેલાં બંને મણિપુર ઈંફાલ ખાતે જઈ બે ટ્રીપમાં 9 કિલો મેથેમ્ફેટામાઇન લીધું હતું. નરેન્દ્ર ગુજરાતમાં વાપી, સુરત અને સેલવાસ તથા રાજકોટ, મોરબી અને વડોદરામાં ડ્રગ્સ વેચતો હતો, 9 કિલો પૈકી કેટલો જથ્થો ગુજરાતમાં કોને વેચ્યો હતો તેની તપાસ, અન્ય કોણ સંડોવાયેલું છે તથા બંનેના બેંક ખાતાની વિગતોની તપાસ પોલીસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement