1લી જુનથી રાશનકાર્ડ ધારકને ગુજરાત સહિત દેશના 20 રાજયોમાંથી અનાજ મળશે

30 May 2020 05:34 PM
Rajkot Saurashtra
  • 1લી જુનથી રાશનકાર્ડ ધારકને ગુજરાત સહિત દેશના 20 રાજયોમાંથી અનાજ મળશે

રાજકોટ સહિત રાજયભરનાં તમામ જીલ્લાનાં કાર્ડધારકોને રાહત : રાશનકાર્ડ પોર્ટેબીલીટી યોજના શરૂ; અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલા રાજકોટનાં 2.89 લાખ કાર્ડધારક પરિવારોને લાગુ; ડેટા લીંકઅપ થયો

રાજકોટ તા.30
રાજકોટ સહીત રાજયનાં 33 જિલ્લાનાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલા કાર્ડધારકોને હવે પોતાનાં વિસ્તાર સહીત દેશના 22 રાજયોમાંથી મળવાપાત્ર રાશન-કેરોસીનનો જથ્થો હવે 1લી જુનથી મળશે.કેન્દ્ર સરકારે રાશનકાર્ડ પોર્ટીબીલીટી યોજનાની અમલવારી શરૂ કરી દીધી છે.આ માટેનો ડેટા તમામ રાજયોને મોકલી આપવામાં આવ્યો છે તેવું પુરવઠા ખાતાના સુત્રોમાંથી જાણવા મળેલ છે.

કેન્દ્ર સરકારે વન નેશન-વન રાશનકાર્ડ યોજના અમલી કરી છે. આ યોજના હેઠળ 22 રાજયોનાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલા તમામ કાર્ડધારક પરિવારોને હવે પોતાનાં જિલ્લા ઉપરાંત દેશના 22 રાજયોમાં કોઈપણ વિસ્તારમાંથી રાશન-કેરોસીનનો જથ્થો મળી શકે તેવી યોજના તા.1-6-2020 થી શરૂ થઈ છે.

રાજકોટ શહેર-જીલ્લાનાં 2.89 લાખ એન.એફ.એસ.એ. કાર્ડધારકોએ આ રાશનકાર્ડ પોર્ટીબીલીટી હેઠળ સમાવી લેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારની આ યોજનામાં અગાઉ માત્ર 12 રાજયોનો સમાવેશ ક્રાયો હતો. પરંતુ હવે નવા ફેરફાર સાથે વધુ દસ રાજયો આ યોજનામાં જોડાતા હવે ગુજરાતનાં તમામ એન.એફ.એસ.એ કાર્ડધારકોને હવે આંતર રાજય રાશન પોર્ટેબીલીટી યોજનાનો લાભ મળશે.

દરમ્યાન રાજકોટ સહિત રાજયભરમાં દેશના અન્ય રાજયોમાંથી આવીને વસેલા પરપ્રાંતિય રાશનકાર્ડ ધારકોને હવે તેના રાજયનાં રેશનકાર્ડ પરથી મળવાપાત્ર રાશન-કેરોસીનનો, જથ્થો આપવાનું શરૂ કરાશે. રાજકોટ સહીત ગુજરાત રાજયભરમાં બંગાળી, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ઓરીસ્સા સહિતના તમામ પરપ્રાંતિય રાશનકાર્ડ ધારકોનો ડેટા રાજય સરકારે મેળવી જીલ્લા વાઈઝ આવા કાર્ડની યાદી મોકલી આપી છે. જે તમામને હવે 1 જુનથી મળવાપાત્ર રાશન-કેરોસીન મળતુ થઈ જશે તેવુ જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement