રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત

30 May 2020 05:15 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત

શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ હતા

રાજકોટ : આજે રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. ૫૩ વર્ષીય મુસ્તાકભાઇ કાદરી નું શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ ત્રણ લોકોનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. તેઓ ૨૬ મે ના રોજ દાખલ થયા હતા

નામ : મુસ્તાકભાઈ કાદરી
ઉ.વર્ષ : ૫૩/પુરૂષ
સરનામું : અંકુર સોસાયટી – ૨, રાજકોટ

તેઓને તા. ૨૬/૦૫/૨૦૨૦ ના રોજ શરદી, ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં તેમનો કોવીડ – ૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવેલ.

તેમણે ઘણા સમયથી હાયપરટેન્શનની તકલીફ હોવાનું માલુમ પડેલ છે. મુસ્તાકભાઈ કાદરીના ૫ (પાંચ) નજીકના કોન્ટેક્ટને ફેસેલિટી ખાતે કોરોન્ટાઈન કરેલ છે.

રાજકોટ શહેરમાં આજ રોજની સ્થિતિએ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ – ૮૩
હોસ્પિટલમાં દાખલ – ૭
ડિસ્ચાર્જ – ૭૪
મૃત્યુ – ૨


Related News

Loading...
Advertisement