‘ફોર્બ્સ’ની યાદીમાં ફેડરર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં ટોપ પર

30 May 2020 03:57 PM
Sports
  • ‘ફોર્બ્સ’ની યાદીમાં ફેડરર સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં ટોપ પર

‘ફોર્બ્સ’ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વિરાટ કોહલી

નવી દિલ્હી તા.30
વિશ્વના સૌથી વધુ કમાણી કરનારાઓની ફોર્બ્સે જાહેર કરેલી યાદીમાં સ્વીટઝરલેન્ડના ટેનીસ સ્ટાર ફેડરરે રોનાલ્ડો અને મેસીને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીમાં ટોપ પર રહ્યો છે.
આ યાદીમાં બીજા નંબરે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ત્રીજા નંબરે લિયોનય મેસ્સી છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં એક માત્ર ભારતીય છે. આ સિવાય ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સ્પેનના સ્ટાર ટેનીસ ખેલાડી રાફેલ નડાલ આ યાદીમાં 27માં નંબરે છે. ચોથા ક્રમે બ્રાઝીલના સ્યાર ફૂટબોલર નેમાર છે.
‘ફોર્બ્સ’ની યાદીમાં 106.3 મિલિયન ડોલરની કમાણી સાથે ફેડરર આ યાદીમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
2019ની સરખામણીએ ભારતીય ક્રિકેટ વિરાટ આ યાદીમાં 30 ક્રમનો કૂદકો માર્યો છે. 26 મિલિયન અમેરિકન ડોલરની કમાણી સાથે વિરાટ આ યાદીમાં 66માં ક્રમે છે.


Related News

Loading...
Advertisement