લોકડાઉન વચ્ચે ગ્લોબલ ફિલ્મ ફેસ્ટીવલનો પ્રારંભ

30 May 2020 03:11 PM
Entertainment
  • લોકડાઉન વચ્ચે ગ્લોબલ  ફિલ્મ ફેસ્ટીવલનો પ્રારંભ

વિશ્વભરમાં કોરોનાના આતંકને કારણે ફિલ્મ એવોર્ડ સમારોહ અને ફિલ્મ ફેસ્ટીવલને બ્રેક લાગી ગઇ છે પરંતુ આજથી ‘વિ આર વન’ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટીવલનો પ્રારંભ થઇ ગયો છે અને તેમાં વિશ્વના 100 જેટલા મૂવી રજૂ થશે.

જેમાં ભારતના પણ અનેક મૂવી સામેલ છે. ચાલુ વર્ષનો કેન્સ ફિલ્મ ફેસ્ટીવલ રદ થયો છે. ઓસ્કાર એવોર્ડ પણ કઇ રીતે યોજવો તે પ્રશ્ન છે. પરંતુ વેનિસ ફિલ્મ ફેસ્ટીવલ અને ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલે તેની ડેઇટ જાળવી રાખવા નિર્ણય લીધો છે.

બીજી તરફ તા. 29 મેથી 7 જૂન સુધી વિશ્વભરમાં વિ આર વન એ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટીવલ ઓનલાઇન શરુ થયો છે. જેમાં મ્યુઝીકલ પરફોર્મન્સ પણ યોજાશે. જીઓ પ્લેટફોર્મ પર આ ફેસ્ટીવલ માણી શકાય છે.


Related News

Loading...
Advertisement