‘Black Wash” બીહામણી સીરીઝ : કીંગ રીચાર્ડસની ટી-20 જેવી ઈનીંગ

30 May 2020 12:17 PM
India Sports World
  • ‘Black Wash” બીહામણી સીરીઝ : કીંગ રીચાર્ડસની ટી-20 જેવી ઈનીંગ
  • ‘Black Wash” બીહામણી સીરીઝ : કીંગ રીચાર્ડસની ટી-20 જેવી ઈનીંગ

ર વિવિયન એલેકઝાન્ડર રીચાર્ડસ, ક્રિકેટ વિશ્વના ભૂતપૂર્વ ધરખમ બેટસમેન. ભલભલા બોલરોના હાજા ગગડાવી મૂકે એવી તોફાની અને આક્રમક બેટીંગ તેઓ કરતા ચ્યુઈંગગમ, ચાલતા-ચાલતા બીલકુલ બેફીકરી અદામાં જ્યારે તેઓ હરીફ ટીમના બોલરની ધુલાઈ કરતા ત્યારે લોકો અવાચક બની તેમને જોઈ રહેતા. મારી પેઢી જયારે હજુ સ્કુલ ક્રિકેટ રમતી હતી ત્યારે એંશીના દશકમાં ક્રિકેટરો એવુ બોલતા કે "આખી દુનિયા મા બે જ ક્રિકેટર એવા છે જે લુટ-ફાટ કરતા હોય એ રીતે ક્રિકેટ રમે છે તે હતા ઈયાન બોથમ અને વિવ રીચાર્ડસ.’

વેસ્ટઈન્ડીઝ ટીમનો જયારે સુવર્ણકાળ હતો અને જયારે તેમની ટીમ લગભગ 20 વર્ષ અપરાજીત રહી હતી તે અરસામાં કીંગ રીચાર્ડસ તેમના મૂખ્ય બેટસમેન હતા. માર્શલ, હોલ્ડીંગ, ગાર્નર, ક્રોફટ જેવા ખૂંખાર ફાસ્ટ બોલર સાથે તેઓ જયારે એક ટીમમાં હોય ત્યારે તે ટીમનુ જીતવુ બહુ સહજ હતું. 50 ટેસ્ટમેચમાં કેપ્ટનશીપ કરનાર વિવ રીચાર્ડસ તેમની કારકીર્દીમાં કેપ્ટન તરીકે એક પણ સીરીઝ હાર્યા નથી જે એક કીર્તિમાન છે. 121 ટેસ્યમેચ અને 187 વન-ડે ઈન્ટરનેશનલ રમીને 15000થી વધુ આંતરરાષ્ટ્રીય રન તેમણે લગભગ 50 રનની એવરેજથી (બંને ફોર્મેટમાં) બનાવેલા છે. આજે યાદ કરીયે તેમની કેપ્શનશીપમાં રમાયેલી વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડની 1986ની એક ટેસ્ટ અને વનડે સીરીઝ.

પ્રવાસના હજુ 5 મહિના પહેલા જ ઘરઆંગણે એશીઝ જીતેલી ઈંગ્લેન્ડની ટીમ આત્મવિશ્વાસથી છલકાતી હતી. વળી એક વર્ષ પહેલા તેઓએ ભારતને ભારતમાં પણ હરાવ્યુ હતું. ડેવીડ ગોવરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટઈન્ડીઝમાં ન કેવળ સારુ ક્રિકેટ રમશે પણ જીતશે પણ જરૂર એવુ લોકો માની રહ્યા હતા. બીજી તરફ વેસ્ટઈન્ડીઝની ટીમમાંથી એન્ડી રોબર્ટસ અને કોલીન ક્રોફટ નિવૃત થઈ ચૂકયા હતા. માઈકલ હોલ્ડીંગ અને જોએલ ગાર્નર પણ હવે નિવૃતિની નજીક હતા. પરંતુ જે રીતે આ સીરીઝની શરૂઆત થઈ કે ઈંગ્લેન્ડની ટીમમાં એક ફફડાટ વ્યાપી ગયો.

સૌપ્રથમ વનડે મેચમાં માલ્કમ માર્શલનો એક ખૂબ ઝડપી બાઉન્સર માઈક ગેટીંગના નામ પર વાગ્યો. નાક તો ટૂટી ગયુ પણ તેનું એક નાનુ હાડકુ બોલ સાથે ચોટી ગયુ. અધૂરામાં પૂરૂ વેસ્ટઈન્ડીઝ ટીમના નવા આવેલા ફાસ્ટબોલર પેટ્રીક પેટરસનની ઝડપી બોલીંગ સામે ઈંગ્લેન્ડ રીતસર કરી ગયુ. વેસ્ટઈન્ડીઝના ચારેય ફાસ્ટ બોલરોએ એવી હિંસક અને કાતીલ બોલીંગ કરી કે ઈંગ્લેન્ડના તમામ બેટસમેનોના શરીર પર ઠેર-ઠેર ઈજાના નિશાન અને ચાંઠા પડી ગયા. વનડે શ્રેણી તો હારી ગયા પણ એ પછી શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીમાં તો સ્થિતિ બિહામણી થતી ગઈ. એક પછી એક પાંચેય ટેસ્ટમેચ વેસ્ટઈન્ડીઝ જીતી ગયુ. તેમની બેટીંગ કે ફાસ્ટ બોલીંગ સામે ઈંગ્લેન્ડ સાવ નબળુ અને વામણુ સાબીત થયુ. એમાં પણ પાંચમી અને છેલ્લી ટેસ્ટમેચમાં જે થયુ તે ઘટનાએ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓને સ્તબ્ધ કરી દીધા.

જાણે થયુ એવુ કે સમસ્ત સીરીઝ જીતીને ‘બ્લેક વોસ’ કરવા ઈચ્છતી વેસ્ટઈન્ડીઝની ટીમ છેલ્લી ટેસ્ટમેચના ચોથા દિવસે ઝડપી રન કરી ઈનીંગ ડીકલેર કરવા માંગતી હતી. ન્ટીગા મા રમાયેલા ટેસ્ટમાં જયારે તેમનો લોકલ હીરો અને ટીમનો કેપ્ટન કીંગ રીચાર્ડસ બેટીંગમાં આવ્યો ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આવનાર બે કલાકમાં શું થવાનું છે. વિવિ રીચાર્ડસે પહેલા જ બોલથી ધોલાઈ શરૂ કરી. આજના સમયની ટી20 કે આઈપીએલમાં જાણે રમતા હોય એમ વિવ દરેક બોલ પર ચોકકો અને છકકો મારવાનો જ પ્રયત્ન કરતા હતા. ઈંગ્લેન્ડની ટીમે તેમના ફટકાઓ રોકવા નવે-નવ ફીલ્ડર બાઉન્ડ્રી પર ગોઠવી દીધા પણ કોઈ જ ફરક ન પડયો. જોત જોતામાં 7 ચોકકા અને 7 છકકા સાથે રીચાર્ડસે ફકત 56 બોલમાં સદી ફટકારી દીધી.

ઈંગ્લેન્ડની આખી ટીમ નિસહાય બની દડાને ચોમેર ફટકારતી ધુંઆધાર બેટીંગ જોતી રહી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ઝડપી સદી હતી અને આવનારા બીજા 31 વર્ષ સુધી એ રેકોર્ડ જળવાઈ રહ્યો. હવે ક્રિકેટ આટલુ આધુનિક અને ઝડપી બની ગયુ છે તેમ છતાં વનડે કે ટી20 ક્રિકેટમાં આજે પણ 55-60 બોલમાં જો કોઈ બેટસમેન સદી નોંધાવે તો લોકોને નવાઈ લાગે છે અને અચરજ થાય છે. જરા વિચારીયે કીંગ રીચાર્ડસે આવુ લગભગ 35 વર્ષ પહેલા ટેસ્ટમેચમાં કરી બતાવ્યું હતું!!!


Related News

Loading...
Advertisement