ટિકટોકનો મુકાબલો કરવા વધુ હરિફ મેદાનમાં

29 May 2020 06:21 PM
India
  • ટિકટોકનો મુકાબલો કરવા વધુ હરિફ મેદાનમાં

દેશમાં ચાઈનીઝ વીડિયો એપ્લીકેશન ટિકટોક સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલ ઝુંબેશ બરાબર સફળ થઇ રહી હોય એવું લાગે છે. લોકડાઉનના સમયમાં લોકો ઝૂમ, વોટ્સએપ-ટિકટોક જેવા વિદેશી એપ્લીકેશનના બદલે તેનો દેશી વિકલ્પ શોધવા લાગ્યા છે અને ટિકટોક તેમાં સૌથી વધુ નિશાન બન્યું છે. થોડા દિવસો અગાઉ મિત્રોન એપ્લીકેશન લોન્ચ થયું અને ગુગલ પ્લે ઉપર તેના 5 કરોડ ડાઉનલોડ થયા. પરંતુ વાત અહીંથી અટકતી નથી વધુ એક હવે માર્કેટમાં આવી ગયા છે. ‘બોલો ઇન્ડિયા’ નામનું એક નવું શોર્ટ વીડિયો એપ્લીકેશન પણ લોન્ચ થયું છે. જેમાં ટિકટોક કરતાં પણ અનેક વિશિષ્ટતા હોવાનો દાવો છે. જે 10 ભારતીય ભાષાઓમાં કામ કરે છે અને તેના 4.50 લાખ જેટલા એક્ટીવ યુઝર બની ગયા છે. તો વધુ એક એપ ‘રો પોસો’ પણ માર્કેટમાં આવી ગયું છે.


Related News

Loading...
Advertisement