તિરુપતિના લાડુ ફરી મળવા લાગ્યા : ઓનલાઈન પણ ઉપલબ્ધ

29 May 2020 06:20 PM
India
  • તિરુપતિના લાડુ ફરી મળવા લાગ્યા : ઓનલાઈન પણ ઉપલબ્ધ

આંધ્રપ્રદેશના વિખ્યાત તિર્થધામ તિરુપતિમાં લોકડાઉનમાં છૂટછાટ સાથે ફરી એક વખત તેના વિખ્યાત લાડુની પ્રસાદી ઉપલબ્ધ થવા માંડી છે અને મંદિર મારફત છેલ્લા ત્રણ દિવસમાં આંધ્રપ્રદેશના 12 જિલ્લામાં 2.4 લાખ લાડુની પ્રસાદી પહોંચાડી દેવાઈ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન દ્વારા લાડુપ્રસાદમની પ્રસાદી ફરી શરુ કરવામાં આવી અને તે ઓનલાઈન પણ ઉપલબ્ધ બનાવી દેવાઈ છે. લોકડાઉન શરુ થતાં આ લાડુની પ્રસાદી રોકવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement