પબજી પર 1 જૂનથી રહસ્યમય જંગલ લાઈવ થશે

29 May 2020 06:19 PM
India
  • પબજી પર 1 જૂનથી રહસ્યમય જંગલ લાઈવ થશે

હાલ લોકડાઉનનો પીરીયડ ચાલી રહ્યો છે અને શાળા કોલેજોમાં પણ વેકેશન છે તેથી પબજી ગેમ ફરી એક વખત લોકપ્રિય બને તેની ચિંતા થઇ છે અને તા. 1થી પબજી પર રહસ્યમય જંગલની મજા માણી શકાશે. કંપનીએ ટવીટ કરીને આ માહિતી આપી છે. અને જણાવ્યું છે કે તેમાં અનેક વિશિષ્ટતાઓ પણ છે. આ ગેમ સાનહોક મેપ પર રમાશે અને આ રહસ્યમય જંગલ એ વધુ રસપ્રદ ગેમ બની જશે. તથા પબજી લડવૈયાઓને વધુ રોમાંચક અનુભવ કરાવશે તે નિશ્ર્ચિત છે. પબજી મોબાઈલ ઇન્ડીયાએ 2020 સિરીઝ પણ ચાલુ કરવાની તૈયારી કરી છે.


Related News

Loading...
Advertisement