દારૂ એ બંધારણીય અધિકાર નથી

29 May 2020 06:18 PM
India
  • દારૂ એ બંધારણીય અધિકાર નથી

પાટનગર દિલ્હીમાં કેજરીવાલ સરકારે શરાબ પર 70 ટકા જેવી લેવી નાખી છે. કોરોના વાઈરસના પગલે રાજ્ય સરકારને જે આવકમાં ફટકો પડ્યો તેને સરભર કરવા સ્પેશ્યલ કોરોના ફી અથવા તો લેવી લાદીને દારુ મોંઘો બનાવ્યો છે. જો કે ફક્ત દિલ્હી જ નહીં આંધ્રપ્રદેશ સહિતની સરકારોએ પણ શરાબને મોંઘો બનાવ્યો છે ત્યારે દિલ્હી સરકારની આ લેવી સામે હાઈકોર્ટમાં એક રિટ અરજી થઇ હતી. અને કોરોના લેવીને ગેરકાનૂની અને ગેરબંધારણીય ગણાવવા માગણી થઇ પરંતુ હાઈકોર્ટ સમક્ષ દિલ્હી સરકારે એક સોગંદનામુ રજૂ કર્યું છે અને જણાવ્યું છે કે સરકાર એકસાઈઝમાં વધારો કરવા મુક્ત છે ઉપરાંત દારુ પીવો કે ખરીદવો તે કોઇ બંધારણીય અધિકાર નથી કે તેના વ્યાપાર પર પ્રતિબંધ અથવા નિયંત્રણ મૂકી શકાય નહીં.


Related News

Loading...
Advertisement