બીજેપી તુજે ગર્વમેન્ટ હોસ્પિટલ પે ભરોસા નહીં ક્યા ?

29 May 2020 06:17 PM
Ahmedabad Gujarat
  • બીજેપી તુજે ગર્વમેન્ટ હોસ્પિટલ પે ભરોસા નહીં ક્યા ?

ગુજરાતમાં કોરોનાના વાઈરસ હવે રાજકીય નેતાઓને પણ સંક્રમીત કરવા લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય બાદ હવે ભાજપના ધારાસભ્ય તથા અમદાવાદ ભાજપના પ્રમુખ પંચાલને કોરોના પોઝીટીવ જાહેર થતા જ તેઓ સિવિલ કે પછી એસવીપી હોસ્પિટલના બદલે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલી અપોલો હોસ્પિટલે દોડી ગયા અને ત્યાં પોતે સારવાર લેશે તેવું ટવીટ પણ કરી દીધું. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું અને તેઓએ પોતાને કોરોનામુક્ત કરવા બદલ હોસ્પિટલ તંત્રનો પણ આભાર માન્યો હતો અને સારી સુવિધા હોવાનું જણાવ્યું હતું. જો કે અમદાવાદની સિવિલ કદાચ ઓવરક્રાઉડેડ દર્દીઓના કારણે થોડા વિવાદમાં ફસાઈ રહી છે પરંતુ ભાજપના ધારાસભ્યએ જે રીતે ખાનગી હોસ્પિટલ પસંદ કરી તેની ચર્ચા ભાજપમાં છે. તેઓએ ધાર્યુ હોત તો સિવિલમાં જઇને લોકો માટે એક દ્રષ્ટાંત આપી શક્યા હોત. પરંતુ સિવિલ પર તેમનો ભરોસો નથી તેવો સીધો કે આડકતરો સંદેશ મોંકલી દીધો છે. જો કે ચર્ચા એ પણ છે કે અપોલો જેવી મોંઘી હોસ્પિટલમાં જાય તો પણ ખર્ચો તો સરકાર પર જ આવશે. ધારાસભ્યને જે તબીબી ભથ્થુ મળે છે તેના આધારે પંચાલ પોતાનું બીલ પાસવન કરી દેશે.


Related News

Loading...
Advertisement