ગુજરાત હાઈકોર્ટના ‘તાપ’ પાછળ 22 પાનાનો એક પત્ર જવાબદાર ?

29 May 2020 06:16 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત હાઈકોર્ટના ‘તાપ’ પાછળ 22 પાનાનો એક પત્ર જવાબદાર ?

એક તરફ દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરોના મુદ્દે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને દોડતી કરી દીધી છે તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટે જે રીતે રાજ્ય સરકારને આકરા શબ્દોમાં ઝાટકી અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગમે ત્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ શકે તેવું કહીને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને બે મહિના પછી સિવિલની મુલાકાત લેવી પડે તેવી સ્થિતિ સર્જી તથા મુખ્યમંત્રીના ડેસ્કબોર્ડ પર પણ સિવિલ આવી ગઇ. પરંતુ તે બાદ ગઇકાલે હાઈકોર્ટની ડીવીઝન બેંચ કે જે આ મામલાની સુનાવણી કરતી હતી તેમાં ઓચિંતા ફેરફારે ચર્ચા જગાવી છે. જો કે હાઈકોર્ટના આ પ્રકારના નિર્ણયમાં રોસ્ટર પધ્ધતિને આગળ ધરાઈ હોય તેવું માનવામાં આવે છે. હાઈકોર્ટના સિનિયર જે.ડી. પારડીવાલા અને ઇલેશ વોરા જે સુનાવણી કરતા હતા તેમાં હવે ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠ સુનાવણી કરશે. અને જસ્ટીસ પારડીવાલા તેમાં જજ તરીકે બેસશે. જસ્ટીસ પારડીવાલાએ સુઓમોટોથી અમદાવાદની સિવિલમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ અંગે સુનાવણી ચાલુ કરીને સરકારને દોડતી કરી હતી તો તેમાં હાઈકોર્ટે સરકારને ક્લીનચીટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટીસ પારડીવાલાની બેંચે રાજ્યમાં પરપ્રાંતિય મજૂરોની સ્થિતિ અને સિવિલમાં ઉંચા મૃત્યુ દર અંગે પણ ખાસ નિરીક્ષણ કર્યા હતા. અને તા. 22 માર્ચના રોજ સિનિયર આઈએએસ અધિકારી જ નહીં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પણ ઝપટમાં લઇ લીધા તો સિવિલ હોસ્પિટલની જે સમસ્યા છે તેમાંથી 22 મુદ્દાઓ દર્શાવતો એક પત્ર હાઈકોર્ટને મળ્યો તે આ સમગ્ર ભૂમિકામાં મહત્વનો બની ગયો હતો. હવે ખુદ ચીફ જસ્ટીસે સ્થિતિની ગંભીરતા પારખીને પોતે જ આ બેંચમાં સામેલ થઇ ગયા છે.


Related News

Loading...
Advertisement